ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
પોસ્ટેડ ઓન:
31 OCT 2026 3:21PM by PIB Ahmedabad
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે (MeitY) રાષ્ટ્રીય એકતા, ફિટનેસ, સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉપણા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા 31 ઓક્ટોબર 2026 ના રોજ ઈલેક્ટ્રોનિક્સ નિકેતન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ, ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 7.0 અને સ્પેશિયલ કેમ્પેઇન 6.0 તથા સ્વચ્છતા હી સેવા 2026 ની સમાપન પ્રવૃત્તિઓની ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમમાં MeitY ના એડિશનલ સેક્રેટરી શ્રી અમિતેશ કુમાર સિંહા, મંત્રાલય અને દિલ્હી-એનસીઆર ખાતે આવેલી તેની સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તથા એવોર્ડ વિજેતા સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવવાની સાથે થઈ હતી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સુરક્ષા અને સદ્ભાવના પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવામાં આવી હતી. સંસ્થાકીય કામગીરીના એક અભિન્ન અંગ તરીકે સ્વચ્છતાના મહત્વને મજબૂત કરવા માટે સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા 2026 અને સ્પેશિયલ કેમ્પેઇન 6.0 હેઠળ MeitY અને તેની સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ દર્શાવતી એક વીડિયો શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા, અસરકારક કચરા સંચાલન અને સરકારી કાર્યાલયોમાં પેન્ડન્સી ઘટાડવાના પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સ્વચ્છતા એવોર્ડ્સ અને સફાઈ મિત્રોનું સન્માન
પાછલા અભિયાનો દરમિયાન સ્વચ્છતા પહેલોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ MeitY ની સંસ્થાઓને સ્વચ્છતા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. યોગ્ય રીતે ગઠિત સમિતિ દ્વારા કરવામાં આવેલા ભૌતિક ચકાસણીના આધારે આ એવોર્ડ્સ નક્કી કરવામાં આવ્યા હતા.

નીચે મુજબની સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા:
- પ્રથમ પુરસ્કાર: સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC)
- દ્વિતીય પુરસ્કાર: સેન્ટર ફોર મટીરિયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી (C-MET)
- તૃતીય પુરસ્કાર: સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા (STPI)
એવોર્ડ વિજેતા સંસ્થાઓના પ્રતિનિધિઓએ એવોર્ડ્સ સ્વીકાર્યા હતા. મંત્રાલયે ઓફિસ પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવામાં તેમના સમર્પિત સેવાઓ અને યોગદાનની મંજૂરીરૂપે સફાઈ મિત્રોનું પણ પ્રશંસાના પ્રતિક આપીને સન્માન કર્યું હતું.

સંમેલનને સંબોધતા, MeitY ના એડિશનલ સેક્રેટરી શ્રી અમિતેશ કુમાર સિંહાએ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા, શિસ્ત, ફિટનેસ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેના તેમના સામુહિક પ્રયાસોને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 7.0

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અને અધિકારીઓ તથા કર્મચારીઓમાં શારીરિક ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 7.0 સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ દોડનું આયોજન ઈલેક્ટ્રોનિક્સ નિકેતનથી પ્રગતિ વિહાર હોસ્ટેલ સુધી અને ત્યાંથી પરત કરવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં “ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોઝ” નો સંદેશ આપવામાં આવ્યો હતો, જેનાથી સહભાગીઓને તેમની દૈનિક દિનચર્યામાં ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉજવણીમાં MeitY અને દિલ્હી-એનસીઆરમાં તેની સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, જે રાષ્ટ્રીય એકતા, સ્વચ્છતા, ફિટનેસ અને સામુહિક જવાબદારી પ્રત્યે મંત્રાલયની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પહેલો દ્વારા, MeitY એ સ્વચ્છતા અને ફિટનેસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને વધુ તંદુરસ્ત, સ્વચ્છ અને વધુ એકીકૃત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાના તેના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/BS/JD