પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, કહ્યું કે આ તહેવાર અંધકાર સામેના સંકલ્પનું પ્રતિક છે

પોસ્ટેડ ઓન: 07 NOV 2026 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પવિત્ર અવસરે તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રકાશનો આ તહેવાર સમગ્ર દેશને રોશન કરે છે અને અંધકાર પર વિજય મેળવવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તેમણે કામના કરી હતી કે આ તહેવાર અને આવનારો સમય દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળી ઉજવે છે અને અગાઉના વર્ષોની જેમ, તેઓ દેશના વીર જવાનો સાથે તહેવાર ઉજવવાની પરંપરા ચાલુ રાખશે.

દિવાળીની શુભકામનાઓનો એક વીડિયો સંદેશ શેર કરતા પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“હેપી દિવાળી!”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2333973) મુલાકાતી સંખ્યા : 17