પોસ્ટેડ ઓન:
02 NOV 2026 2:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝુંઝુનુમાં થયેલી એક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રીએ 'X' (ટ્વિટર) પર પોસ્ટ કર્યું:
રાજસ્થાનના ઝુંઝુનુમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિના સમાચારથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com