પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમિલનાડુ દિવસ નિમિત્તે તમિલનાડુના લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 NOV 2026 12:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'તમિલનાડુ દિવસ'ના અવસરે તમિલનાડુના લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તમિલનાડુના મહેનતુ અને ઉદ્યમી લોકોએ ભારતની પ્રગતિમાં અસાધારણ યોગદાન આપ્યું છે. મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ અને કાપડ ઉદ્યોગથી લઈને ઈલેક્ટ્રોનિક્સ, અવકાશ ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને ઉભરતા ક્ષેત્રો સુધી, આ રાજ્યએ નવીનતા, કૌશલ્ય અને ઔદ્યોગિક શ્રેષ્ઠતાના માધ્યમથી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

શ્રી મોદીએ કહ્યું, "તમિલનાડુના લોકોને તેમની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાઓ પર ખૂબ ગર્વ છે. તમિલ સંસ્કૃતિએ આપણા રાષ્ટ્રની સભ્યતાલક્ષી યાત્રાને અનેક રીતે સમૃદ્ધ બનાવી છે."

પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:

'તમિલનાડુ દિવસ'ના વિશેષ અવસરે તમિલનાડુના લોકોને હાર્દિક શુભેચ્છાઓ!

તમિલનાડુના પરિશ્રમી અને ઉદ્યમી લોકોએ ભારતની પ્રગતિમાં અસાધારણ યોગદાન આપ્યું છે. મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ અને કાપડ ઉદ્યોગથી લઈને ઈલેક્ટ્રોનિક્સ, અવકાશ ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને ઉભરતા ક્ષેત્રો સુધી; આ રાજ્યએ નવીનતા, કૌશલ્ય અને ઔદ્યોગિક શ્રેષ્ઠતાના માધ્યમથી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

તમિલનાડુના લોકો પોતાની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાઓ પર ખૂબ ગર્વ અનુભવે છે. તમિલ સંસ્કૃતિએ આપણા રાષ્ટ્રની સભ્યતાલક્ષી યાત્રાને અનેક રીતે સમૃદ્ધ બનાવી છે.

આ અવસર તમિલનાડુના દરેક વ્યક્તિના જીવનમાં આવનારા સમયમાં ખુશીઓ, સફળતા અને નવી તકો લઈને આવે તેવી કામના છે.

தமிழ்நாட்டு மக்கள் அனைவருக்கும் இந்த சிறப்பான தமிழ்நாடு தினத்தில் மனம் நிறைந்த  நல்வாழ்த்துகள்!

தொழில்முனைவோடு கடின உழைப்பும் மிக்கவர்களாய் விளங்கும் தமிழ்நாட்டு மக்கள் இந்தியாவின் வளர்ச்சிக்கு மகத்தான பங்களிப்பை வழங்கியுள்ளனர்.

உற்பத்தித் துறை முதல் வாகனங்கள் மற்றும் ஜவுளித்துறை, மின்னணுவியல், விண்வெளி தொழில்நுட்பம், மருத்துவம் மற்றும் வளர்ந்துவரும் தொழில்துறைகள் வரை, தமிழகம் தனித்துவமிக்க கண்டுபிடிப்பு, திறன் மற்றும் தொழில்துறை சிறப்புகளை தன்னகத்தே கொண்டு சிறந்து விளங்குகிறது.

தமிழ்நாட்டு மக்கள் தங்கள் பண்பாடு, தனித்துவம் மற்றும் பாரம்பரியம் குறித்து பெருமிதம் கொள்கின்றனர். தமிழ் கலாச்சாரம் நம் நாட்டின் நாகரிகப் பயணத்தைப் பல வழிகளில் செழுமையாக்கியுள்ளது.

இந்த நன்னாள் தமிழ்நாட்டில் உள்ள ஒவ்வொருவருக்கும் இன்றும் வரும் காலங்களிலும் மகிழ்ச்சியையும், வெற்றியையும், புதிய வாய்ப்புகளையும் வாரி வழங்கட்டும்.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2331122) મુલાકાતી સંખ્યા : 33