પોસ્ટેડ ઓન:
31 OCT 2026 4:59PM by PIB Ahmedabad
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) આવતીકાલે નવી દિલ્હીમાં તેનો 74મો સ્થાપના દિવસ ઉજવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ ઉજવણીમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો, ઇપીએફઓના અધિકારીઓ અને કર્મચારીઓ, એમ્પ્લોયરો, કામદારો અને અન્ય હિતધારકો હાજરી આપશે.
આ પ્રસંગે, ડૉ. માંડવિયા ઇપીએફઓની મુખ્ય પહેલો લોન્ચ કરશે, જેમાં ₹1,000 સુધીની સિલક ધરાવતા પાત્ર નિષ્ક્રિય EPF ખાતાઓની ઓટોમેટિક સેટલમેન્ટ (સ્વચાલિત પટાવટ) અને વોટ્સએપ દ્વારા ઇપીએફઓ સેવાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી સ્થળ પર પ્રદર્શન સ્ટોલ્સની પણ સમીક્ષા કરશે, અને જ્ઞાન સર્જન, સંસ્થાકીય શિક્ષણ, કાનૂની જાગૃતિ અને કરુણાસભર શાસન પ્રત્યે ઇપીએફઓની પ્રતિબદ્ધતાને દર્શાવતા પ્રકાશનોની શ્રેણી બહાર પાડશે.
આ કાર્યવાહી દરમિયાન ડૉ. માંડવિયા રીજનલ ઓફિસો, ઝોનલ ઓફિસો, વ્યક્તિગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા ઉત્કૃષ્ટ યોગદાનની કદરરૂપે ભવિષ્ય નિધિ એવોર્ડ્સ 2026 એનાયત કરશે.
74મા સ્થાપના દિવસની ઉજવણી એ વાતનો પુનરોચ્ચાર કરવાનો પ્રયાસ કરે છે કે ઇપીએફઓની યાત્રા એ માત્ર સંસ્થાકીય વિકાસની વાર્તા નથી; તે કામદારના વર્ષોના શ્રમનું પરિણામ કામદાર અને તેના પરિવાર માટે સુરક્ષા, ગરિમા અને મનની શાંતિમાં પરિણમે તે સુનિશ્ચિત કરવાની એક સતત પ્રતિબદ્ધતા છે.
SM/JY/JD