ભારતીય સ્પર્ધા પંચ
azadi ka amrit mahotsav

CCIએ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (સંપાદન કરનાર) દ્વારા ઇન્ટેલિસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ટાર્ગેટ)ની ઇક્વિટી શેર મૂડીના સંપાદનને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 31 OCT 2026 2:20PM by PIB Ahmedabad

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (Acquirer - સંપાદન કરનાર) દ્વારા ઇન્ટેલિસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (Target - જેનું સંપાદન કરવાનું છે)ની ઇક્વિટી શેર મૂડીના સંપાદનને મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત સંયોજન હેઠળ એક્વાયરર દ્વારા નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF/Seller 1) અને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL/Seller 2) પાસેથી ટાર્ગેટની 100% ઇક્વિટી શેર મૂડી પ્રાપ્ત કરવાની પરિકલ્પના કરવામાં આવી છે.

એક્વાયરર એ અદાણી જૂથનો એક ભાગ છે અને ભારતમાં સ્થપાયેલી પબ્લિક લિસ્ટ કંપની છે, જે બીએસઈ લિમિટેડ (BSE) તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટેડ છે. એક્વાયરર મુખ્યત્વે વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની પ્રવૃત્તિઓમાં અને ભારતમાં વીજળી માટે અદ્યતન મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણના વ્યવસાયમાં સંકળાયેલ છે.

ટાર્ગેટ, અન્ય બાબતોની સાથે, ભારતમાં વીજળી માટે અદ્યતન મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રવૃત્તિમાં સંકળાયેલ છે. ટાર્ગેટ ભારતમાં કેટલાક સ્માર્ટ ગેસ મીટર્સ સ્થાપિત કરવાની કામગીરીમાં પણ સંકળાયેલ છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2330853) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी