પોસ્ટેડ ઓન:
30 OCT 2026 5:33PM by PIB Ahmedabad
ભારતીય રેલવે વારાણસીને નવી દિલ્હી સાથે જોડતી નવી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનોની શરૂઆત સાથે આધુનિક રાત્રિ રેલ સેવાઓના તેના નેટવર્કનો વિસ્તાર કરવા માટે તૈયાર છે. આ સેવાઓ લાંબા અંતરના રાત્રિ પ્રવાસ માટે મુસાફરોને આધુનિક, આરામદાયક અને કાર્યક્ષમ વિકલ્પ પૂરો પાડવાની સાથે આંતર-શહેરી કનેક્ટિવિટીને વધુ મજબૂત કરશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે વારાણસીથી વારાણસી અને નવી દિલ્હી વચ્ચે નવી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવાઓને લીલી ઝંડી બતાવશે.

જાન્યુઆરી 2026 માં હાવડા-ગુવાહાટી કોરિડોર પર અને તેની અનુરૂપ પરત મુસાફરી પર વંદે ભારત સ્લીપર સેવાઓ શરૂ કર્યા પછી, નવી સેવાઓ આ આગામી પેઢીની ટ્રેનના લાભોનો વધારાના પ્રદેશોમાં વિસ્તાર કરશે. બોર્ડ પરની સુધારેલી સુવિધાઓ, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને સ્પેશિયલ ડિઝાઇન કરાયેલ સ્લીપર રહેઠાણ સાથે, ભારતીય રેલવે લાંબા અંતરની રાત્રિ મુસાફરીને વધુ આરામદાયક, વિશ્વસનીય અને મુસાફર-કેન્દ્રીય બનાવવા તરફ કામ કરી રહી છે.
વારાણસી-નવી દિલ્હી: એક મુખ્ય યાત્રાધામ અને રાષ્ટ્રીય રાજધાની વચ્ચે કનેક્ટિવિટી વધારવી
વારાણસી અને નવી દિલ્હી વચ્ચેની વંદે ભારત સ્લીપર સેવા ભારતના સૌથી અગ્રણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળોમાંથી એક અને રાષ્ટ્રીય રાજધાની વચ્ચેની કનેક્ટિવિટીને મજબૂત કરશે.
વારાણસી આખા વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ, દેશી અને વિદેશી પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુલાકાતીઓને આકર્ષે છે. નવી દિલ્હી સાથેની સુધારેલી રાત્રિ કનેક્ટિવિટી ધાર્મિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, વહીવટી અને પ્રવાસન સંબંધિત હેતુઓ માટે મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડશે.
આ સેવા નવી દિલ્હી પહોંચતા પહેલા વારાણસી, પ્રયાગરાજ, કાનપુર સેન્ટ્રલ, અલીગઢ અને ગાઝિયાબાદને જોડશે. આ સ્ટેશનો મહત્વપૂર્ણ શહેરી કેન્દ્રો તરીકે સેવા આપે છે અને આસપાસના જિલ્લાઓને કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેથી આધુનિક રેલ પ્રવાસના લાભોનો વ્યાપક મુસાફર આધાર સુધી વિસ્તાર કરવામાં મદદ મળે છે.
નવી સેવા વારાણસીથી 20:50 વાગ્યે ઉપડશે અને પછીની સવારે 06:10 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. પરત દિશામાં, તે નવી દિલ્હીથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:10 વાગ્યે વારાણસી પહોંચશે.
હાલની શિવ ગંગા એક્સપ્રેસની સરખામણીમાં, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ વારાણસીથી નવી દિલ્હી સુધીના પ્રવાસના સમયમાં 55 મિનિટ અને નવી દિલ્હીથી વારાણસી સુધીના પ્રવાસના સમયમાં 35 મિનિટનો ઘટાડો કરશે, જે બંને દિશામાં મુસાફરોને ઝડપી રાત્રિ પ્રવાસનો વિકલ્પ પૂરો પાડશે.
આ સેવા વારાણસીથી ઉપડતી સેવા માટે શુક્રવાર સિવાય અને નવી દિલ્હીથી ઉપડતી સેવા માટે શનિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ કાર્યરત રહેશે. રાત્રિનું સમયપત્રક મુસાફરોને સાંજે પ્રવાસ કરવા અને પછીની સવારે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાની મંજૂરી આપશે, જેથી તેઓ તેમના સમયનો વધુ અસરકારક ઉપયોગ કરી શકશે. આ સેવા પૂર્વ ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ વચ્ચે વારંવાર પ્રવાસ કરતા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને પરિવારો માટે ખાસ કરીને ફાયદાકારક બનવાની અપેક્ષા છે.

વંદે ભારત સ્લીપર: રાત્રિ મુસાફર પ્રવાસમાં એક નવું ધોરણ
ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવેલી, વંદે ભારત સ્લીપર રાત્રિ પ્રવાસના અનુભવને બહેતર બનાવવા માટે આધુનિક ટેકનોલોજી, સુધારેલી સુરક્ષા પ્રણાલીઓ અને મુસાફર-અનુકૂળ સુવિધાઓને સાંકળે છે. તેની ડિઝાઇન લાંબા અંતર પર મુસાફરી કરતા મુસાફરો માટે આરામદાયક વાતાવરણ પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સુવાની વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા, સુલભતા અને સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
મુખ્ય સુવિધાઓમાં શામેલ છે:
પાવર અને પરફોર્મન્સ
· ઉર્જા ક્ષમતા માટે રિજનરેટિવ બ્રેકિંગ
· અંડર-સ્લંગ પ્રોપલ્શન સિસ્ટમ
· અદ્યતન એરોડાયનેમિક ડિઝાઇન, વધુ સ્મૂધ પ્રવેગક (acceleration) અને આંચકા મુક્ત રાઇડ
ડિઝાઇન અને સુવિધાઓ
· ઓસ્ટેનિટિક એસએસ (Austenitic SS) કાર બોડી, EN15227 ક્રેશ ધોરણોને પૂર્ણ કરે છે
· ક્વિક રિલીઝ મિકેનિઝમ સાથે સંપૂર્ણપણે સીલ કરેલ ફ્લેક્સિબલ ગેંગવે
· કેન્દ્રિય રીતે નિયંત્રિત સિંગલ લીફ ઓટોમેટિક સ્લાઇડિંગ પ્લગ ડોર્સ
· શાંત સાલૂન સ્પેસ માટે નોઇઝ ઇન્સ્યુલેશન અને ઘટાડાના ઉપાયો
· એલઇડી સીધું અને પરોક્ષ લાઇટિંગ
· સેન્સર આધારિત ઇન્ટરકમ્યુનિકેશન ડોર

સુરક્ષા અને સિક્યોરિટી
· EN45545 HL3 ગ્રેડ ફાયર સેફ્ટી ધોરણો સાથે સુસંગત
· એન્ડ વોલ પર ફાયર બેરિયર ડોર્સ
· ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ (TCAS)
· ડિઝાસ્ટર મેનેજમેન્ટ લાઇન/લાઇટ
· સ્મોક/ફાયર ડિટેક્શન સિસ્ટમ (FDS)
· સુરક્ષા અને મુસાફરોની દેખરેખ માટે સીસીટીવી (CCTV)
· પૅસેન્જર એલાર્મ ઇમરજન્સી પુશ બટન

આરામ અને સુવિધા
· વેક્યૂમ ઇવેક્યુએશન સાથે અર્ગનોમિકલી ડિઝાઇન કરેલા દુર્ગંધ મુક્ત શૌચાલય
· દિવ્યાંગો માટે ખાસ બર્થ અને શૌચાલય
· વિશાળ સામાન રૂમ સાથે આધુનિક મુસાફર સુવિધાઓ
· 3-પિન ચાર્જિંગ સોકેટ અને સ્વિચ સાથે ઇન્ટિગ્રેટેડ BRL
· ટાઇપ A અને C યુએસબી ચાર્જિંગ પોર્ટ
· PAPIS આધારિત ડ્રાઇવર / ગાર્ડ / મુસાફર કોમ્યુનિકેશન સિસ્ટમ
· ફર્સ્ટ એસી (First AC) માં ગરમ પાણી સાથે શાવર
· એક્સેસ પોઇન્ટ નેટવર્ક સાથે વાઇ-ફાઇ રાઉટર
· એર-કન્ડિશન્ડ ડ્રાઇવર કેબ અને ક્રૂ માટે શૌચાલય

આ સુવિધાઓ આધુનિક એન્જિનિયરિંગને મુસાફરોની સુવિધા, સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતા સાથે જોડવાની ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
SM/JY/JD