પોસ્ટેડ ઓન:
26 OCT 2026 7:31PM by PIB Ahmedabad

ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા માદક દ્રવ્યોના સેવનની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા અને નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, નશા-મુક્ત ભારતના નિર્માણ તરફના સામૂહિક પ્રયાસોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા નશા મુક્ત ભારત અભિયાન (NMBA) હેઠળ ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

માય ભારત ક્વિઝ ક્યુઆર (MY Bharat Quiz QR)
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઓનલાઇન ક્વિઝ 26 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી આયોજિત કરવામાં આવશે અને તે તમામ નાગરિકો માટે ખુલ્લી છે. તેમણે ઉમેર્યું હતું કે સહભાગીઓ માય ભારત પોર્ટલ પર https://mybharat.gov.in/quizzes/yuva/detail/Url9dlIwCinQVSf8lwPB9w/ લિંક દ્વારા ક્વિઝમાં ભાગ લઈ શકે છે.
15 ઓગસ્ટ, 2020 ના રોજ શરૂ કરવામાં આવેલા નશા મુક્ત ભારત અભિયાનનો ઉદ્દેશ્ય નિવારક શિક્ષણ, જાગૃતિ સર્જન, સારવાર, પુનર્વસન અને સામાજિક સહભાગિતા દ્વારા ડ્રગ્સની માંગ ઘટાડવાના પ્રયાસોને મજબૂત કરવાનો છે. શરૂઆતમાં 272 સંવેદનશીલ જિલ્લાઓમાં શરૂ કરાયેલ આ અભિયાનનો વ્યાપ દેશના તમામ જિલ્લાઓને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ અભિયાન 13 કરોડ યુવાનો અને 10 કરોડ મહિલાઓ સહિત 35 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે, જે તેની જાગૃતિ અને આઉટરીચ પહેલોના દેશવ્યાપી સ્તરને પ્રતિબિંબિત કરે છે.

નશા મુક્તિ મિત્ર રજીસ્ટ્રેશન ક્યુઆર કોડ (Nasha Mukti Mitr Registration QR Code)
અભિયાન તેના સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે, ક્વિઝનો હેતુ માદક દ્રવ્યોના સેવનની હાનિકારક અસરો અંગે જાહેર સમજણને ઊંડી બનાવવાનો, માહિતગાર નિર્ણયોને પ્રોત્સાહન આપવાનો અને માદક દ્રવ્યોના સેવન નિવારણ અંગે જાગૃતિ ફેલાવવામાં યુવાનોને સક્રિય સહભાગી બનવા પ્રોત્સાહિત કરવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ દેશના વિકાસમાં સ્વસ્થ વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોના મહત્વને સ્વીકારીને નશા મુક્ત ભારત અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણને વધુ બળ પૂરું પાડે છે.

ક્વિઝમાં 20 બહુભાષી/બહુવિકલ્પ પ્રશ્નો (MCQs) સમાવિષ્ટ હશે, જેનો ઉત્તર 10 મિનિટમાં આપવાનો રહેશે.
ક્વિઝ સબમિટ કરનાર દરેક સહભાગી માટે સહભાગિતા પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે. સહભાગીઓ પૂર્ણ થયા પછી સાચા ઉત્તરો પણ જોઈ શકશે, જેથી તેઓ માદક દ્રવ્યોના સેવન નિવારણ વિશે તેમની સમજણ વધારી શકશે.

NMBA મોબાઇલ એપ (NMBA Mobile App)
આ પહેલ દ્વારા, મંત્રાલયનો ઉદ્દેશ્ય સામાજિક ભાગીદારીને મજબૂત કરવાનો, જવાબદાર પસંદગીઓને પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, માદક દ્રવ્યોના સેવન સામે જાગૃતિના દૂત તરીકે સંગઠિત કરવાનો છે.
આ ક્વિઝ નાગરિકોને નશા મુક્ત ભારત અભિયાનના ઉદ્દેશ્યો સાથે જોડાવવા અને વધુ સ્વસ્થ સમાજમાં યોગદાન આપવા માટે એક સરળ ડિજિટલ મંચ પૂરો પાડે છે.

NMBA ઈ-પ્લેજ ક્યુઆર કોડ (NMBA e-pledge QR Code)
મંત્રાલય તમામ નાગરિકોને ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત ક્વિઝ’ માં ભાગ લેવા અને નશા-મુક્ત ભારત તરફની સામૂહિક ચળવળમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે.
SM/DK/JD