પોસ્ટેડ ઓન:
23 OCT 2026 10:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 100m ફ્રીસ્ટાઇલ S11 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ હિમાંશુ નંદલને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ આવૃત્તિમાં તેમના નામે ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે તેમણે પ્રભાવશાળી પ્રદર્શન દર્શાવ્યું છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું યથાવત રાખે અને વધુ મોટી સફળતા પ્રાપ્ત કરે તથા આગળની સફર માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 100m ફ્રીસ્ટાઇલ S11 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ હિમાંશુ નંદલને અભિનંદન! આ આવૃત્તિમાં તેમના નામે ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે, તેમણે પ્રભાવશાળી પ્રદર્શન દર્શાવ્યું છે. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને વધુ મોટી સફળતા પ્રાપ્ત કરે. આગળની સફર માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi"
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com