પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ જહાન દોરાબ મદન અને શુભમ વાધવાને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 23 OCT 2026 7:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ ક્લાસ MD4 માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જહાન દોરાબ મદન અને શુભમ વાધવાને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ રમતગમતના આ મહાકુંભમાં આ સ્પર્ધામાં ભારતનો સૌપ્રથમ મેડલ છે, અને તેમણે બંનેને આગામી સમયમાં વધુ સફળતાઓ મેળવવા માટે પોતાની સદભાવના પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ ક્લાસ MD4 માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જહાન દોરાબ મદન અને શુભમ વાધવાને અભિનંદન! તેમની આ સિદ્ધિ રમતગમતના આ મહાકુંભમાં આ સ્પર્ધામાં ભારતનો સૌપ્રથમ મેડલ છે. બંનેને ભવિષ્યમાં આવી ઘણી વધુ સફળતાઓ માટે ઉત્તમ શુભેચ્છાઓ: PM @narendramodi"

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2327618) મુલાકાતી સંખ્યા : 10