નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય સમાવેશન યોજનાઓનું સેચ્યુરેશન અભિયાન 21મી ઓક્ટોબર 2026થી 31મી ડિસેમ્બર 2026 સુધી ચાલશે


આ અભિયાન 2.70 લાખ ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આવરી લેશે

અભિયાન હેઠળ, બેંકો PMJJBY, PMSBY અને APY હેઠળ નોંધણી, PMJDY ખાતા ખોલવા, રી-કેવાયસી, ડિજિટલ ફ્રોડ અંગે જાગૃતિ સત્રો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે શિબિરો યોજશે

પોસ્ટેડ ઓન: 19 OCT 2026 7:04PM by PIB Ahmedabad

નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા ગ્રામ પંચાયત (GP) અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા (ULB) સ્તરે નાણાકીય સમાવેશન (FI) યોજનાઓ અને અન્ય મુખ્ય પહેલોના સેચ્યુરેશન (સંપૂર્ણ વ્યાપ) માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન 21.10.2026 થી 31.12.2026 સુધી ચાલશે જે દેશની 2.70 લાખ ગ્રામ પંચાયતો અને યુએલબી (ULBs) ને આવરી લેશે. આ સમયગાળા દરમિયાન, બેંકો નીચેની પ્રવૃત્તિઓ માટે શિબિરોનું આયોજન કરશે:

  1. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણી
  2. PMJJBY અને PMSBY માં આધાર સીડિંગ (આધાર લિંકિંગ)
  3. PMJDY (પ્રધાનમંત્રી જન ધન યોજના) ખાતા ખોલવા
  4. હાલના PMJDY અને અન્ય બચત ખાતાઓ માટે રી-કેવાયસી (Re-KYC)
  5. જ્યાં પણ પેન્ડિંગ હોય ત્યાં સી-કેવાયસી (C-KYC) આઈડી જનરેટ કરવું
  6. જ્યાં પણ પેન્ડિંગ હોય ત્યાં બચત ખાતાઓ અને લોકર જેવી અન્ય સુવિધાઓમાં નોમિનેશન (નામાંકન) અપડેટ કરવું
  7. FI યોજનાઓ, ડિજિટલ ફ્રોડ અને અજાણ્યા/બિનદાવાયુક્ત નાણાકીય સંપત્તિઓ સંબંધિત 'આપકી પૂંજી, આપકા અધિકાર' અંગે જાગૃતિ સત્રો
  8. પાત્ર PM-કિસાન લાભાર્થીઓના સેચ્યુરેશનના ઉદ્દેશ્યને સમર્થન આપવા માટે KCC (કિસાન ક્રેડિટ કાર્ડ) અરજીઓ મેળવવી
  9. આગામી રવિ સીઝન માટે, KCC ખાતાઓના સેચ્યુરેશનના ઉદ્દેશ્યને સમર્થન આપવા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ નોંધણી

આ અભિયાન નાગરિકોને છેવાડાના માનવી સુધી સશક્ત બનાવવા અને તેમને ઔપચારિક નાણાકીય પ્રણાલીમાં લાવીને વધુ સમાવેશી સમાજનું નિર્માણ કરવાની સરકારની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જેએસ (એફઆઈ), ડીએફએસ [JS(FI), DFS] ની અધ્યક્ષતામાં આજે બેંકો અને એસએલબીસી (SLBC)ના વરિષ્ઠ પ્રબંધન સાથે એક પ્રારંભિક બેઠક યોજાઈ હતી. રાજ્ય પ્રશાસન, બેંકો અને ડીએફએસ (DFS) સહિતના મુખ્ય ભાગીદારો દ્વારા આ અભિયાન હેઠળની પ્રગતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2325234) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi