પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અવની લેખારાને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 19 OCT 2026 1:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અવની લેખારાને અભિનંદન આપ્યા છે.

તેમના ઉત્કૃષ્ટ સ્કોર, સાતત્ય અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે તેના પ્રદર્શને સતત દેશને ગૌરવ અપાવ્યું છે. તેમણે ત ભવિષ્યના પ્રયાસો માટે અવનીને શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"@Avanilekhara માટે એક શાનદાર સિલ્વર મેડલ!

એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં શાનદાર સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તેમનું સતત પ્રદર્શન અને દૃઢ નિશ્ચય દેશને ગૌરવ અપાવે છે. અમે તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવીએ છીએ: PM @narendramodi"

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2325066) મુલાકાતી સંખ્યા : 15