પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2026 માટે ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
18 OCT 2026 5:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈચી-નાગોયા ખાતે એશિયન પેરા ગેમ્સ 2026 ની શરૂઆત થતાં ભારતીય ટીમ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતને તેના પેરા-એથ્લેટ્સ પર ખૂબ ગર્વ છે, જેમની હિંમત, સમર્પણ અને અદમ્ય સ્પિરિટ (ભાવના) 140 કરોડ ભારતીયોને પ્રેરણા આપે છે.
શ્રી મોદીએ એથ્લેટ્સને આત્મવિશ્વાસ સાથે રમીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા આગ્રહ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટમાં કહ્યું;
“આઈચી-નાગોયા ખાતે એશિયન પેરા ગેમ્સ 2026 ની શરૂઆત થતાં, ભારતીય ટુકડીને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
ભારતને આપણા અદ્ભુત પેરા-એથ્લેટ્સ પર ખૂબ ગર્વ છે. તેમની હિંમત, સમર્પણ અને અદમ્ય સ્પિરિટ (ભાવના) 140 કરોડ ભારતીયોને પ્રેરણા આપે છે.
તેઓ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે.”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2324920)
મુલાકાતી સંખ્યા : 18