PIB Backgrounder
azadi ka amrit mahotsav

ભારતના પોષક તત્વોથી ભરપૂર પર્પલ બટાકા


કુફરી જામુનિયા: ભારતના સૌથી સામાન્ય મુખ્ય પાકોમાંના એકમાં પોષણનું સંકલન

પોસ્ટેડ ઓન: 18 OCT 2026 1:44PM by PIB Ahmedabad

ઘણી વસ્તીમાં પર્યાપ્ત કેલરીનું સેવન હોવા છતાં છૂપી ભૂખ એ એક મોટો પોષક પડકાર બની રહી છે. દૈનિક ખોરાકના સેવન દ્વારા આવશ્યક વિટામિન્સ અને ખનિજોના સેવનમાં સુધારો કરવા માટે બાયોફોર્ટિફાઇડ (જૈવિક રીતે સમૃદ્ધ) પાકો વિકસાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં, ICAR-CPRI (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ - સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ કુફરી નીલકંઠ, કુફરી માણિક અને કુફરી જામુનિયા સહિત પોષક તત્ત્વોથી ભરપૂર રંગીન બટાકાની જાતો વિકસાવી છે. આ જાતોમાં એન્થોસાઇયાનિન, આયર્ન (લોહતત્ત્વ) અને ઝિંક જેવા મહત્વપૂર્ણ એન્ટિઓક્સિડન્ટ્સ અને સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. તેમાંના કુફરી જામુનિયા એન્થોસાઇયાનિન, વિટામિન C અને કેરોટેનોઇડ્સના ઊંચા સ્તરને કારણે એક મોટી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું સુધારેલું પોષક પ્રોફાઇલ, આકર્ષક રીંગણીયા (ગુલાબી-જાંબલી) ગર (માવો) અને મજબૂત ગ્રાહક આકર્ષણ તેને છૂપી ભૂખને પોષવા અને પોષક સુરક્ષામાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ જાત બનાવે છે.

કેલરીથી પર બટાકા: છૂપી ભૂખને સંબોધવી

પર્યાપ્ત કેલરીનું સેવન હોવા છતાં છૂપી ભૂખ એ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર બની રહી છે. તે ત્યારે થાય છે જ્યારે લોકો પૂરતો ખોરાક લે છે પરંતુ તેમના આહારમાં આવશ્યક વિટામિન્સ અને ખનિજોનો અભાવ હોય છે. આ પડકારને સંબોધવા માટે, વૈજ્ઞાનિકો વધુને વધુ સુધારેલા પોષક મૂલ્ય ધરાવતા બાયોફોર્ટિફાઇડ પાકો વિકસાવી રહ્યા છે. બાયોફોર્ટિફિકેશન પ્લાન્ટ બ્રીડિંગ (છોડના સંવર્ધન) દ્વારા પાકોની પોષક સામગ્રીમાં સુધારો કરે છે, જેનાથી ખોરાક કુદરતી રીતે આવશ્યક પોષક તત્ત્વોનું ઉચ્ચ સ્તર પૂરું પાડી શકે છે. પરંપરાગત ફોર્ટિફિકેશનથી વિપરીત, જે પ્રોસેસિંગ (પ્રક્રિયા) દરમિયાન પોષક તત્વો ઉમેરે છે, બાયોફોર્ટિફિકેશન પોષણને સીધા જ પાકમાં સાંકળે છે. આ સામાન્ય રીતે લેવાતા ખોરાકમાં પોષક ગુણવત્તા સુધારવા માટે એક ટકાઉ અને ખર્ચ-અસરકારક અભિગમ બનાવે છે. તે લાંબા ગાળાની પોષક સુરક્ષાને પણ મજબૂત બનાવે છે.

બાયોફોર્ટિફિકેશન સંશોધનનું એક મહત્વપૂર્ણ પરિણામ સુધારેલા પોષક મૂલ્ય ધરાવતી રંગીન બટાકાની જાતોનો વિકાસ છે. તેમાં લાલ, રીંગણીયા (જાંબલી) અને વાદળી ગર ધરાવતા બટાકાનો સમાવેશ થાય છે. આ બટાકામાં એન્થોસાઇયાનિન અને કેરોટેનોઇડ્સ જેવા કુદરતી રંગદ્રવ્યો હોય છે, જે તેમને તેમનો વિશિષ્ટ રંગ આપે છે. રંગીન બટાકા એન્ટિઓક્સિડન્ટ્સ અને આયર્ન તથા ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

ICAR-CPRI દ્વારા વિકસાવવામાં આવેલી પોષક તત્ત્વોથી ભરપૂર રંગીન બટાકાની જાતો

ICAR-CPRI (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ - સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ નીચે મુજબની પોષક તત્વોથી ભરપૂર રંગીન બટાકાની જાતો વિકસાવી છે:

  • કુફરી નીલકંઠ એ ICAR-CPRI (સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા વિકસાવવામાં આવેલી પ્રથમ રીંગણીયા છાલ ધરાવતી ખાસ બટાકાની જાત હતી, જે 2018 માં બહાર પાડવામાં આવી હતી. આ જાત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વાવેતર માટે અનુકૂળ છે. તે ઊંચી એન્ટિઓક્સિડન્ટ સામગ્રી માટે જાણીતી છે. આ જાત તમામ વય જૂથના લોકો માટે યોગ્ય છે.
  • કુફરી માણિક 2021 માં બહાર પાડવામાં આવી હતી. તે ગોળ આકાર, મધ્યમ આંખો અને પીળા ગર સાથે આકર્ષક, ઘાટા લાલ બટાકા (ટ્યુબર્સ) ઉત્પન્ન કરે છે. આ જાત પોષક તત્ત્વોથી ભરપૂર છે અને તેમાં એન્થોસાઇયાનિન, ઝિંક અને આયર્નનું ઉચ્ચ સ્તર હોય છે.
  • કુફરી જામુનિયા સત્તાવાર રીતે 2024 માં બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં કુફરી માણિક અને કુફરી નીલકંઠ કરતાં એસ્કોર્બિક એસિડ (વિટામિન C), એન્થોસાઇયાનિન અને કેરોટેનોઇડ્સનું પ્રમાણ વધુ હોય છે. તેનો રીંગણીયા રંગનો ગર ઉચ્ચ એન્ટિઓક્સિડન્ટ સામગ્રી અને બહેતર પોષક ગુણવત્તા દર્શાવે છે. કુફરી જામુનિયામાં ઝિંક અને આયર્નનું પ્રમાણ પણ વધારે છે. આ જાત ખાદ્ય ઉપયોગ માટે યોગ્ય છે અને તેના અનોખા રીંગણીયા રંગને કારણે વિવિધ વાનગીઓમાં નવો જ આકર્ષક દેખાવ ઉમેરે છે. તેથી, આ જાત ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય નીવડી છે.

કુફરી જામુનિયા: પોષક સુરક્ષા માટે બાયોફોર્ટિફાઇડ રીંગણીયા બટાકા

કુફરી જામુનિયા એ મધ્યમ-ઊંચા છોડ અને અર્ધ-ઘન છત્ર ધરાવતી મધ્યમ ગાળામાં પાકતી બટાકાની જાત છે. તેના બટાકાની છાલ ઘાટી રીંગણીયા અને ગર રીંગણીયા રંગનો હોય છે. તે છીછરી આંખો અને લંબગોળ હોય છે. દરેક છોડ 10–12 મધ્યમથી મોટા બટાકા ઉત્પન્ન કરે છે.

કુફરી જામુનિયાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:

  • ભલામણ કરેલ વાવેતર પદ્ધતિઓ હેઠળ હેક્ટર દીઠ 32-35 ટન ઉત્પાદન આપે છે.
  • 90 દિવસના સમયગાળામાં સ્ટેશન ટ્રાયલ્સમાં હેક્ટર દીઠ આશરે 49 ટન ઉત્પાદન નોંધાયું હતું.
  • ટ્રાયલ્સમાં વેચાણયોગ્ય ઉત્પાદન કુલ ઉત્પાદનના લગભગ 90% સુધી પહોંચ્યું હતું.
  • આશરે 6-8 અઠવાડિયાની મધ્યમ સુષુપ્તતા (ડોર્મન્સી) દર્શાવે છે. તેથી, બટાકા ઝડપથી અંકુરિત થતા નથી.
  • ઓછા સડવા અને ન્યૂનતમ વજન ઘટાડા સાથે સારી સંગ્રહ ક્ષમતા ધરાવે છે.

કુફરી જામુનિયામાં મુખ્ય પોષક ઘટકો

કુફરી જામુનિયાના ગરમાં 42.05 mg/100 g અને છાલમાં 80.66 mg/100 g એન્થોસાઇયાનિન હોય છે. તેના ગરમાં આશરે 42.75 mg/100 g વિટામિન C પણ હોય છે. કેરોટેનોઇડ સામગ્રી તેના ગરમાં તાજા વજનના આશરે 161 µg/100 g છે. આ ઉપરાંત, આ જાતના ગરમાં આશરે 22.77 ppm ઝિંક અને 32.23 ppm આયર્ન હોય છે. નીચે આપેલ કોષ્ટક કુફરી જામુનિયાના પોષક મૂલ્યની સરખામણી પરંપરાગત પીળી છાલ ધરાવતા બટાકા સાથે કરે છે:

પોષક તત્વ (પ્રતિ 100 ગ્રામ)

કુફરી જામુનિયા

સામાન્ય બટાકું

વિટામિન C

42.75 mg

23.15 mg

ઝિંક

2.28 mg

0.28 mg

આયર્ન

3.22 mg

0.57 mg

કુફરી જામુનિયાના રસોઈમાં ઉપયોગો

તેના પોષક ફાયદાઓ ઉપરાંત, કુફરી જામુનિયા રસોઈના વિવિધ ઉપયોગો માટે અનુકૂળ છે. આ જાત તેના આકર્ષક રીંગણીયા રંગ, લોટ જેવા પોત અને આનંદદાયક સ્વાદ માટે મૂલ્યવાન છે. આ તેને પરંપરાગત વાનગીઓ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો બંને માટે યોગ્ય બનાવે છે. તેનું વિશિષ્ટ રંગદ્રવ્ય વાનગીઓ અને પ્રોસેસ્ડ ફૂડ્સના વિઝ્યુઅલ આકર્ષણમાં પણ વધારો કરે છે.

કુફરી જામુનિયા જેવા રીંગણીયા ગર ધરાવતા બટાકાનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પરંપરાગત વાનગીઓ: શાક, પરોઠા, પૂરી અને રાયતું
  • નાસ્તો અને અલ્પાહારની વાનગીઓ: દલિયા, શિરો (હલવો), ઉપમા, ઢોંસા અને ઈડલીનું ખીરું
  • પ્રોસેસ્ડ ઉત્પાદનો: બેકરી વસ્તુઓ, સૂપ અને કૂકીઝ માટે બટાકાનો લોટ

આ ઉપરાંત, આ બટાકાને નિર્જલીકૃત (ડીહાઇડ્રેટેડ) ઉત્પાદનો જેવા કે એન્થોસાઇયાનિન-સમૃદ્ધ દલિયા, સોજી અને લોટમાં પ્રોસેસ કરી શકાય છે, જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય સામગ્રીઓમાં ઘટક તરીકે થઈ શકે છે.

કુફરી જામુનિયાના વાવેતર માટે અનુકૂળ રાજ્યો

મોટા પાયે અપનાવવા માટે, પાકની જાતે વિવિધ કૃષિ-આબોહવા પરિસ્થિતિઓમાં સતત પ્રદર્શન કરવું પડે છે. કુફરી જામુનિયાએ બહુ-સ્થાન ટ્રાયલ્સમાં સ્થિર પ્રદર્શન દર્શાવ્યું છે અને ઉત્તર ભારતીય મેદાનોમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. આ જાત એવા કેટલાક રાજ્યો માટે અનુકૂળ માનવામાં આવે છે જ્યાં બટાકાનું મોટા પાયે વાવેતર થાય છે.

આ પ્રદેશો આ જાતના સફળ વાવેતર માટે સાનુકૂળ આબોહવા અને જમીનની સ્થિતિ પૂરી પાડે છે.

કુફરી જામુનિયાનું પોષક અને કૃષિ વિષયક વચન

કુફરી જામુનિયા ભારતમાં બાયોફોર્ટિફાઇડ બટાકાની જાતોના વિકાસમાં એક મહત્વપૂર્ણ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તમ કૃષિ કામગીરી સાથે સુધારેલી પોષક ગુણવત્તાને જોડીને, આ જાત ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ફાયદાઓ આપે છે. એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોથી ભરપૂર તેની સામગ્રી આહારની વિવિધતામાં સુધારો કરવા અને છૂપી ભૂખને સંબોધવાના પ્રયાસોમાં એક મૂલ્યવાન ઉમેરો બનાવે છે. તેના આકર્ષક દેખાવ, રસોઈની વિવિધતા અને ઉત્તર ભારતીય મેદાનોના કેટલાક રાજ્યોમાં અનુકૂલનક્ષમતા સાથે, કુફરી જામુનિયા ભવિષ્યમાં વ્યાપક વાવેતર અને વપરાશ માટે મજબૂત ક્ષમતા ધરાવે છે.

સંદર્ભ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

https://icar.org.in/node/12076

https://epubs.icar.org.in/index.php/PotatoJ/article/view/168402/64949

https://epubs.icar.org.in/index.php/PotatoJ/article/download/155865/63758/501828

https://krishikosh.egranth.ac.in/items/446b4307-d85b-48d0-8815-bdc31235367a

આયુષ મંત્રાલય

https://ccrhindia.ayush.gov.in/sites/default/files/site/default/files/news/11Compendium0c3fc504-fd77-45ab-9148-2407a787276c.pdf

ઝારખંડ સરકાર

https://advantage.jharkhand.gov.in/ExportJH/district_exportplan/DISTRICT%20EXPORT%20ACTION%20PLAN_Koderma.pdf

pdf જોવા માટે અહીં ક્લિક કરો

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2324903) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Tamil