સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
PM-AJAY આદર્શ ગ્રામો, સામાજિક-આર્થિક પ્રોજેક્ટ્સ અને શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે
18,093 ગામને આદર્શ ગ્રામ જાહેર કરાયા; રાજ્યો અને જિલ્લાઓને ગ્રાન્ટ-ઈન-એઇડ હેઠળ આશરે રૂ. 1,730 કરોડ સીધા ફાળવવામાં આવ્યા
785 વિદ્યાર્થી છાત્રાલયો પૂર્ણ થયા; નાણાકીય વર્ષ 2026-27 માટે 264 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને સમાવતા બે હોસ્ટેલ પ્રોજેક્ટ્સ માટે રૂ. 61.46 કરોડ ફાળવવામાં આવ્યા
પોસ્ટેડ ઓન:
16 OCT 2026 6:26PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY)ના આદર્શ ગ્રામ ઘટક હેઠળ દેશભરમાં 47.79 લાખથી વધુ નાગરિકોને લાભ પહોંચાડતા 47,200 થી વધુ ગામડોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, પીએમ-અજય હેઠળ કુલ 46,944 વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે 27,032 વિલેજ ડેવલપમેન્ટ પ્લાન્સ (VDPs) તૈયાર કરવામાં આવ્યા છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બર 2026 સુધીમાં, 18,093 ગામડોને આદર્શ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જે અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા ગામડાંમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સેવાઓ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે મંત્રાલયના સતત પ્રયાસોને દર્શાવે છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવશ્યક સેવાઓમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરીને અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા ગામડાંને મોડેલ વિલેજ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે અને 'આદર્શ ગ્રામ' ની પરિકલ્પના એવા ગામ તરીકે કરવામાં આવી છે જ્યાં લોકોને મૂળભૂત સેવાઓનો લાભ મળે, સમાજના તમામ વર્ગોની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી થાય અને અસમાનતાઓ ઘટીને ન્યૂનતમ થઈ જાય.
મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આજીવિકા પ્રોત્સાહન, શિક્ષણ અને મૂળભૂત સેવાઓ સુધી બહેતર પહોંચ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાયોના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણને આગળ ધપાવી રહી છે.
અધિકારીએ માહિતી આપી હતી કે આ યોજનાના ત્રણ ઘટકો છે જેમાં અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા ગામડાંનો 'આદર્શ ગ્રામ' તરીકે વિકાસ, રાજ્ય અને જિલ્લા સ્તરે સામાજિક-આર્થિક પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ-ઈન-એઇડ, અને છાત્રાલયોનું નિર્માણ તથા સમારકામનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટ-ઈન-એઇડ ઘટક અનુસૂચિત જાતિઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટે લક્ષ્ય ધરાવતા જિલ્લા અને રાજ્ય-સ્તરના પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તે વ્યાપક આજીવિકા પ્રોજેક્ટ્સ, કૌશલ્ય વિકાસ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લક્ષ્યાંકિત વસ્તીની આવકમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે તે અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા ગામડાંમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને સામાજિક-આર્થિક વિકાસ સૂચકાંકોમાં સુધારો કરવા અને જ્યાં પણ જરૂર હોય ત્યાં નિવાસી શાળાઓ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં સાક્ષરતા અને શાળા નામાંકનને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયાસ કરે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ ઘટક હેઠળ રાજ્યોને આશરે રૂ. 1,730 કરોડ સીધા જારી કરવામાં આવ્યા હતા. આ સમર્થને 2.5 લાખથી વધુ વ્યક્તિગત અને જૂથ લાભાર્થીઓને કૌશલ્ય અને આજીવિકાની તકો પૂરી પાડી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ-અજયના છાત્રાલયોના નિર્માણ અને સમારકામના ઘટક હેઠળ, મંત્રાલય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સક્ષમ અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે આ છાત્રાલયો રહેવાની વ્યવસ્થા અને શૈક્ષણિક તકો પૂરી પાડીને ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે.
તેમણે કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં, યોજના હેઠળ કુલ 785 વિદ્યાર્થી છાત્રાલયો પૂર્ણ કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2026-27 માટે, સરકારે બે હોસ્ટેલ પ્રોજેક્ટ્સ—એક કન્યાઓ માટે અને એક કુમારો માટે—કે જે 264 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડશે, તેના માટે કેન્દ્રીય સહાય પેટે રૂ. 61.46 કરોડ ફાળવ્યા છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મંત્રાલયના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમલીકરણ અને દેખરેખને મજબૂત બનાવવા તરફનું એક મુખ્ય પગલું પીએમ-અજય મોબાઈલ એપ (PM-AJAY Mobile App) અને પીએમ-અજય પોર્ટલ (PM-AJAY Portal) નું લોન્ચિંગ છે, જે કાગળ આધારિત વર્કફ્લોમાંથી રીઅલ-ટાઇમ ધોરણે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રોસેસિંગ તરફના પરિવર્તનને સરળ બનાવે છે.
તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી-સંચાલિત ગવર્નન્સ આ યોજના હેઠળ માહિતીની પહોંચ, દેખરેખ અને ડેટા-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવી રહ્યું છે, જ્યારે ડિજિટલ માળખાનો ઉદ્દેશ્ય કલ્યાણકારી હસ્તક્ષેપોના વિતરણમાં સંકલન, પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા સુધારવાનો પણ છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ-અજય એ 100 ટકા કેન્દ્રિય ભંડોળ ધરાવતી યોજના છે, જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જરૂર હોય ત્યાં વધારાના સંસાધનો ઉમેરી શકે છે. ફંડિંગ ફ્રેમવર્ક હેઠળ, પસંદગીના આદર્શ ગ્રામ ગામડોમાં ગેપ-ફિલિંગ પ્રવૃત્તિઓ માટે 50 ટકા સુધીના ભંડોળનો ઉપયોગ કરી શકાય છે. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે ટેકનિકલ સપોર્ટ ગ્રુપ્સ અને પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ્સની સ્થાપના અને કામગીરી માટે 5 ટકા સુધીની ફાળવણી કરવામાં આવે છે. કેન્દ્રીય સંસ્થાઓને સમર્થન સહિત છાત્રાલયોના નિર્માણ અને સમારકામ માટે 2 ટકા સુધી ફાળવવામાં આવ્યા છે, જ્યારે બાકીનું ભંડોળ જિલ્લા અને રાજ્ય સ્તરના પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ-ઈન-એઇડ તરીકે પૂરું પાડવામાં આવે છે.
ગ્રાન્ટ-ઈન-એઇડની ફાળવણીમાં અનુસૂચિત જાતિની વસ્તી અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની અનુસૂચિત જાતિ વસ્તીના સંદર્ભમાં વાર્ષિક યોજના સાથે રાજ્ય એસસીએસપીના ગુણોત્તર સહિતના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી, તેમની જાળવણી અને કામગીરી સંબંધિત રાજ્ય સરકારો અથવા અમલીકરણ એજન્સીઓ દ્વારા કરવાની રહે છે. હોસ્ટેલ ઘટક હેઠળ, ભારત સરકાર જાળવણી માટે કેન્દ્રીય સહાય પણ પૂરી પાડે છે.
જેમ જેમ ભારત વિકસિત ભારત @2047 તરફ આગળ વધી રહ્યું છે, તેમ વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ રાષ્ટ્રની વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેલું છે.
પીએમ-અજય ગામડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સેવાઓથી લઈને આજીવિકા, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ સુધીની પહોંચ સુધી સશક્તિકરણના વિવિધ પરિમાણોને સંબોધીને આ ઉદ્દેશ્યમાં યોગદાન આપે છે.
ટેકનોલોજીના વધુ ઉપયોગ, મજબૂત દેખરેખ પ્રણાલીઓ અને છેવાડા સુધીના ધ્યાન કેન્દ્રિત વિતરણ સાથે, આ યોજના અનુસૂચિત જાતિના સમુદાયો માટે ભારતની વૃદ્ધિ અને વિકાસમાં વધુ પૂરેપૂરી ભાગીદારી નોંધાવવાની તકોને મજબૂત કરવાનું ચાલુ રાખે છે. તેનો સંકલિત અભિગમ વ્યક્તિઓ અને સમુદાયોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતાઓ અને સક્ષમ વાતાવરણ ઊભું કરવામાં મદદ કરી રહ્યો છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2324551)
મુલાકાતી સંખ્યા : 14