પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવવા માટે કઝાકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિનો આભાર માન્યો
પોસ્ટેડ ઓન:
08 OCT 2026 7:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ પાઠવેલી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે કઝાકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી કાસિમ-જોમાર્ટ તોકાયેવનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ કઝાકિસ્તાન સાથેની ગાઢ મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ જ મૂલ્યવાન ગણે છે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
“ઉષ્માભરી શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ તોકાયેવ આપનો આભાર. હું કઝાકિસ્તાન સાથેની આપણી ગાઢ મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ જ મૂલ્યવાન ગણું છું. આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.
@TokayevKZ”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2321012)
મુલાકાતી સંખ્યા : 6