વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
સરકારે નિકાસ કરાયેલા ઉત્પાદનો પર ડ્યુટી અને ટેક્સમાં રાહત(RoDTEP) યોજના 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી
પોસ્ટેડ ઓન:
02 OCT 2026 11:00AM by PIB Ahmedabad
વાણિજ્ય વિભાગે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેરનામું નંબર 41/2026-27 દ્વારા 'નિકાસ થતાં ઉત્પાદનો પર ડ્યુટીઝ અને ટેક્સમાં માફી' (RoDTEP) યોજનાને 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે. આ યોજના ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) એકમો, એડવાન્સ ઓથોરાઇઝેશન (AA) ધારકો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) એકમો અને એક્સપોર્ટ-ઓરિએન્ટેડ એકમો (EOU) દ્વારા કરવામાં આવતી નિકાસ માટે ઉપલબ્ધ રહેશે.
RoDTEP સ્કીમ અંતર્ગત નિકાસ કરવામાં આવેલી પ્રોડક્ટ પર લાગતા તે સેન્ટ્રલ, સ્ટેટ અને લોકલ ડ્યુટી, ટેક્સ અને લેવીનું રિફંડ મળે છે, જેનું પહેલા ક્યારેય કયાંય રિફંડ મળ્યું નથી - જેમાં પ્રારંભિક તબક્કે લાદવામાં આવેલા કુલ ઈનડાયરેક્ટ ટેક્સનો સમાવેશ થાય છે.
30 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવતા RoDTEP દરો અને મૂલ્ય મર્યાદાઓ (પરિશિષ્ટ 4R અને પરિશિષ્ટ 4RE માં વિગતવાર જણાવ્યા મુજબ), ઉલ્લેખિત સમયગાળા માટે યથાવત રહેશે.
આ પગલું આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક અર્થતંત્રો સામે નિકાસકારો માટે સમાન તક બનાવીને તેમને ટેકો આપવાના સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
SM/DK/GP/JT
(રીલીઝ આઈડી: 2318079)
મુલાકાતી સંખ્યા : 14