પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની હાઈ જમ્પ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 29 SEP 2026 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની હાઈ જમ્પ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બે દાયકાથી વધુ સમય પછી એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે અને તેમણે આ સિદ્ધિને યાદગાર ગણાવી હતી.

શ્રી મોદીએ પૂજાને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

એક્સ (X) પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું;

“ભારતીય એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ!

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની હાઈ જમ્પ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવા બદલ પૂજાને અભિનંદન. બે દાયકાથી વધુ સમય પછી એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે. તે ખરેખર એક યાદગાર સિદ્ધિ છે. તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2316757) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Tamil