કોલસા મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયા માઇનિંગ વીક 2026 માટે મીડિયા નોંધણી શરૂ


પત્રકારો અને મીડિયા પ્રોફેસનલોને ભારતના મુખ્ય માઇનિંગ અને મિનરલ્સ પ્લેટફોર્મના કવરેજ માટે નોંધણી કરાવવા આમંત્રણ

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 5:31PM by PIB Ahmedabad

યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે 15 થી 17 નવેમ્બર 2026 દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું કવરેજ કરવા ઇચ્છતા પત્રકારો, મીડિયા પ્રોફેસનલો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઇન્ડિયા માઇનિંગ વીક (IMW) 2026 માટે મીડિયા નોંધણી (Media Registration) હવે શરૂ થઈ ગઈ છે.

આ ત્રણ દિવસીય સમિટનું આયોજન "મજબૂત સંસાધનો, વધુ સ્માર્ટ માઇનિંગ, સસ્ટેનેબલ આવતીકાલ"થીમ હેઠળ કરવામાં આવશે, જે તકનીકી રીતે અદ્યતન, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર માઇનિંગ ક્ષેત્રના નિર્માણના ભારતના વિઝનને દર્શાવે છે. આ કાર્યક્રમ નીતિ નિર્માતાઓ, સરકારી પ્રતિનિધિઓ, માઇનિંગ અને મિનરલ કંપનીઓ, રોકાણકારો, ટેકનોલોજી ઇનોવેટર્સ, સાધનોના ઉત્પાદકો, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય સ્ટેકહોલ્ડર્સને માઇનિંગ અને મિનરલ્સ ક્ષેત્રના વિકાસ અંગે વિચાર-વિમર્શ કરવા માટે એક મંચ પર લાવશે.

આ સમિટમાં ઉચ્ચ સ્તરીય પરિષદ, આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, તકનીકી સત્રો, નેતૃત્વ સંવાદો અને સમર્પિત નેટવર્કિંગ તકો રજૂ કરવામાં આવશે. ચર્ચાઓ મિનરલ સુરક્ષા, સંશોધન (exploration), ડિજિટાઇઝેશન, ઓટોમેશન, ખાણ સુરક્ષા, સસ્ટેનેબિલિટી, ક્રિટિકલ મિનરલ્સ, સંસાધન કાર્યક્ષમતા, ઇનોવેશન અને બદલાતા વૈશ્વિક લેન્ડસ્કેપમાં માઇનિંગના ભવિષ્ય સહિતના મહત્વપૂર્ણ વિષયો પર કેન્દ્રિત રહેશે. આ કાર્યક્રમ ભારતના માઇનિંગ ઇકોસિસ્ટમ અને બદલાતા વૈશ્વિક મિનરલ લેન્ડસ્કેપના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે તેવી અપેક્ષા છે.

મીડિયા નોંધણી અધિકૃત ઇન્ડિયા માઇનિંગ વીક વેબસાઇટ- https://www.indiaminingweek.org/media-registration/ દ્વારા ખુલ્લી છે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2315115) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Telugu , Kannada