વિદ્યુત મંત્રાલય
ભારત અને ફ્રાન્સે વીજ ક્ષેત્રે સહયોગ માટેની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
સચિવ (ઊર્જા)એ EDFના અધ્યક્ષ અને CEO સાથે મુલાકાત કરી; EPR ટેકનોલોજીના અમલીકરણ, ન્યુક્લિયર સપ્લાય ચેઇનનું સ્થાનિકીકરણ અને પમ્પડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં સહયોગ અંગ ચર્ચા થઈ
પોસ્ટેડ ઓન:
25 SEP 2026 3:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી પંકજ અગ્રવાલે આજે નવી દિલ્હી ખાતે ફ્રાન્સના EDF ના ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી (સીઇઓ) શ્રી બર્નાર્ડ ફોન્ટાના સાથે ભારતમાં પ્રસ્તાવિત EPR રિએક્ટરોની તૈનાતી અંગે ભારત અને EDF વચ્ચે ચાલુ જોડાણની સમીક્ષા કરવા માટે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતીય પક્ષે ઊર્જા મંત્રાલય, વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA), એનટીપીસી લિમિટેડ (NTPC) અને એનપીસીઆઇએલ (NPCIL) ના અધિકારીઓ તથા ફ્રેન્ચ પક્ષે EDF અને ભારતમાં ફ્રાન્સના દૂતાવાસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચર્ચામાં EPR ટેકનોલોજીની તૈનાતી, ન્યુક્લિયર ક્ષેત્ર માટે ભારતના નિયમનકારી સુધારા, પમ્પડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર સહયોગ અને મજબૂત, પરસ્પર લાભદાયી ભાગીદારી માટે આગળના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
EDF એ મોટા પાયે સ્થાનિકીકરણ માટે ભારતમાં એક ઇકોસિસ્ટમ અને સપ્લાય ચેઇન બનાવવાના તેના પ્રયાસોથી ભારતીય પક્ષને વાકેફ કર્યા હતા, અને પુનરોચ્ચાર કર્યો હતો કે બહુવિધ ન્યુક્લિયર રિએક્ટરો ધરાવતો મોટો કાર્યક્રમ સપ્લાયર્સને વિશ્વાસ આપશે અને ભારતીય ઉદ્યોગની ક્ષમતાઓનો ઉપયોગ કરીને ઇકોનોમીઝ ઓફ સ્કેલ (મોટા પાયા પર ઉત્પાદનના ફાયદા) ને સક્ષમ બનાવશે.

સચિવ (ઊર્જા) એ ફ્રેન્ચ પક્ષને પરમાણુ ઊર્જા ક્ષેત્ર માટે ભારતના નિયમનકારી માળખાને આખરી ઓપ આપવા અંગે થયેલી પ્રગતિ વિશે જાણકારી આપી હતી, જેમાં પરમાણુ ઊર્જા વિભાગ દ્વારા હિતધારકોની પરામર્શ માટે જાહેર ક્ષેત્રમાં મુકવામાં આવેલા ડ્રાફ્ટ SHANTI (સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) નિયમો અને વિનિયમોનો સમાવેશ થાય છે. આ નિયમો સુવ્યવસ્થિત, સમયબદ્ધ લાયસન્સિંગ માળખું પૂરું પાડે છે અને ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમમાં ખાનગી અને વિદેશી ભાગીદારોની ભાગીદારીને સક્ષમ બનાવે છે.
બંને પક્ષોએ આ ક્ષેત્રમાં પ્રસ્તાવિત NTPC-EDF સંયુક્ત સાહસ (જોઇન્ટ વેન્ચર) ના આધારે પમ્પડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પરના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2314984)
મુલાકાતી સંખ્યા : 6