સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રીએ લદ્દાખમાં 23 દિવસમાં 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા 20 અજીત શિખરો પર ઐતિહાસિક ચઢાણ બાદ ફર્સ્ટ અસેન્ટ પર્વતારોહણ અભિયાનને ફ્લેગ-ઈન કર્યું

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 1:48PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે, 25 સપ્ટેમ્બર 2026ના રોજ, ફર્સ્ટ અસેન્ટ પર્વતારોહણ અભિયાનને ફ્લેગ-ઈન કર્યું, જેણે માત્ર 23 દિવસમાં લદ્દાખમાં 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા 20 અજીત શિખરો પર સફળ ચઢાણ કરીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. લદ્દાખ રેન્જમાં ચમસેર-લુંગસર, ગ્યામા નાલા અને ચોકુલા વિસ્તારોમાં 20 અજીત શિખરો પર પ્રથમ વખત નોંધાયેલ શિખરારોહણ કરવામાં આવ્યું છે. આ અભિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ (NIMAS), દિરાંગના કર્નલ રણવીર સિંહ જામવાલના નેતૃત્વમાં 20 અત્યંત કુશળ પર્વતારોહકોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

અભિયાન ટીમ સાથે વાતચીત કરતા, સંરક્ષણ મંત્રીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ પર્વતારોહકોની હિંમત અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી હતી. તેમણે આ અભિયાનને ભારતની પર્વતારોહણ ઉત્કૃષ્ટતા અને એડવેન્ચર સ્પોર્ટ્સમાં નેતૃત્વના પ્રદર્શન તરીકે વર્ણવ્યું હતું.

પર્વતારોહકોને પ્રેરણાના સ્ત્રોત ગણાવતા, શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે આ સફળ ચઢાણોએ નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને દેશભરના યુવા પર્વતારોહકોને સાહસ અને સંશોધનમાં આગળ વધવા તથા દેશનું ગૌરવ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

આ અભિયાને અસાધારણ આયોજન, તકનીકી કુશળતા, સહનશક્તિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. તેણે અત્યંત ઊંચાઈવાળા પર્વતારોહણમાં દેશની ક્ષમતાઓને પ્રતિબિંબિત કરી, વૈશ્વિક પર્વતારોહણ નકશા પર પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી છે. જેનું આયોજન અત્યંત ઊંચાઈવાળી સરહદોમાં સાહસ અને સંશોધનની ભાવનાને પ્રોત્સાહન આપવા અને પર્વતારોહકોની ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે યોજાયેલા ફ્લેગ-ઈન સમારોહ દરમિયાન સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2314796) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , Urdu , Bengali , Malayalam