સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વરિષ્ઠ નાગરિકોની મદદ માટે સહાયક સાધનો, એલ્ડરલાઇન અને પ્રશિક્ષિત સંભાળકર્તાઓની સુવિધા મજબૂત બનાવવામાં આવી
રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 46.32 લાખથી વધુ સહાયક ઉપકરણો દ્વારા 8.53 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકો લાભાન્વિત થયા
એલ્ડરલાઇનને 29 લાખથી વધુ કોલ્સ મળ્યા; 35,480 જેરિયાટ્રિક કેરગીવર્સ તાલીમબદ્ધ કરાયા
પોસ્ટેડ ઓન:
21 SEP 2026 5:09PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) હેઠળ રાષ્ટ્રીય વયોશ્રી યોજના, એલ્ડરલાઇન અને જેરિયાટ્રિક કેરગીવર્સની તાલીમ નામના ઘટકો દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વધુ ગતિશીલતા, સ્વતંત્ર જીવન અને સમયસર સહાયને પ્રોત્સાહન આપી રહ્યું છે.
2017માં શરૂ કરાયેલી અને આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY), BPL શ્રેણીઓ અને ઓછી આવક ધરાવતા જૂથો સાથે સંબંધ ધરાવતા અને ઉંમર સંબંધિત દિવ્યાંગતા અને નબળાઈઓથી પીડાતા વરિષ્ઠ નાગરિકોને મફત આસિસ્ટિવ-લિવિંગ ઉપકરણો પૂરા પાડે છે.
વરિષ્ઠ નાગરિકોમાં સુલભતા, ગતિશીલતા અને સ્વતંત્ર જીવનને સુધારવા માટે વ્હીલચેર, વોકિંગ સ્ટીક, સાંભળવાના સાધનો અને ચશ્મા જેવા સહાયક ઉપકરણો મફત પૂરા પાડવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2025-26 સુધી, આ યોજના હેઠળ કુલ 589 કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 46,32,716 સહાયક ઉપકરણોના વિતરણ દ્વારા 8,53,728 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો.
નાણાકીય વર્ષ 2017-18માં, 26 કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,14,661 ઉપકરણોના વિતરણ દ્વારા 34,293 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો. નાણાકીય વર્ષ 2018-19માં, 69 કેમ્પોમાં 5,09,113 ઉપકરણો સાથે 64,701 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો. આ પછી નાણાકીય વર્ષ 2019-20માં 43 કેમ્પો યોજાયા હતા જેમાં 44,476 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા અને 2,73,460 ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાણાકીય વર્ષ 2020-21માં, 51 કેમ્પોમાં 1,36,286 ઉપકરણો દ્વારા 18,177 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, 49 કેમ્પોમાં 40,906 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા અને 2,73,589 ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2022-23 માં, 40 કેમ્પોમાં 6,13,488 ઉપકરણોના વિતરણ દ્વારા 97,274 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો.
નાણાકીય વર્ષ 2023-24 માં, 83 કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3,18,874 ઉપકરણો સાથે 63,331 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, 72 કેમ્પોમાં 1,54,172 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા અને 7,50,971 ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26માં, 156 કેમ્પોમાં 16,42,274 સહાયક ઉપકરણોના વિતરણ દ્વારા 3,36,398 વરિષ્ઠ નાગરિકોને લાભ થયો હતો.

એલ્ડરલાઇન - વરિષ્ઠ નાગરિકો માટેની રાષ્ટ્રીય હેલ્પલાઇન (14567) 1 ઓક્ટોબર 2021ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. તે વરિષ્ઠ નાગરિકોને મફત માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક સમર્થન અને ફિલ્ડ-ઇન્ટરવેન્શન સેવાઓ પૂરી પાડે છે.
લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત, એલ્ડરલાઇન દુર્વ્યવહાર, ત્યજી દેવા, રેસ્ક્યૂ, ભાવનાત્મક સંકટ અને કલ્યાણકારી સેવાઓ સુધી પહોંચ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ મિકેનિઝમ તરીકે ઉભરી આવી છે.
નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધી, આ પહેલના અમલીકરણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સને રૂ. 162.21 કરોડ મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, હેલ્પલાઇનને 29 લાખથી વધુ કોલ્સ મળ્યા હતા.
તાલીમબદ્ધ કેરગીવર્સની વધતી માંગને પહોંચી વળવા અને વ્યાવસાયિક જેરિયાટ્રિક સંભાળ સેવાઓને મજબૂત કરવા માટે નાણાકીય વર્ષ 2023-24માં જેરિયાટ્રિક કેરગીવર્સની તાલીમ માટેની યોજના શરૂ કરવામાં આવી હતી.
નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2025-26 સુધી, આ કાર્યક્રમ હેઠળ કુલ 35,480 ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન, તેના અમલીકરણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સને રૂ. 81.34 કરોડ મુક્ત કરવામાં આવ્યા હતા.
સહાયક ઉપકરણોની જોગવાઈ, સુલભ હેલ્પલાઇન સેવાઓ અને તાલીમબદ્ધ કેરગીવર્સ દ્વારા, AVYAY એક વ્યાપક સપોર્ટ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જે વરિષ્ઠ નાગરિકોને વધુ સુરક્ષિત, તંદુરસ્ત, વધુ સ્વતંત્ર અને સન્માનજનક જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2313083)
મુલાકાતી સંખ્યા : 16