પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો આભાર વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
17 SEP 2026 8:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનો તેમની જન્મદિનની આત્મીય શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રગતિશીલ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે દેશ નવી ઊર્જા અને ઝડપી ગતિથી નિરંતર આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં માનનીય રાષ્ટ્રપતિનું માર્ગદર્શન અને પ્રેરણા અમૂલ્ય છે અને જનસેવા પ્રત્યેના પ્રયાસોને વધુ બળ આપે છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, આપની આત્મીય શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. પ્રગતિશીલ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે આપણે નવી ઊર્જા અને ઝડપી ગતિથી નિરંતર આગળ વધી રહ્યા છીએ.
રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં આપનું માર્ગદર્શન અને પ્રેરણા અમારા માટે અમૂલ્ય છે. આનાથી જનસેવાના અમારા પ્રયાસોને વધુ બળ મળે છે. જનભાગીદારી સાથે ભારતવર્ષના સમૃદ્ધ વારસા અને આધુનિક વિકાસના સંગમથી આપણે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છીએ.
@rashtrapatibhvn"
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2311646)
મુલાકાતી સંખ્યા : 8