વિદ્યુત મંત્રાલય
NTPC ઇલેક્ટ્રોન ક્વિઝ યુવાનોમાં જ્ઞાન, નેતૃત્વ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપે છે
NTPC ઇલેક્ટ્રોન ક્વિઝ 2026-27 ના મુંબઈ રીજનલ રાઉન્ડમાં 36 ટીમોએ સ્પર્ધા કરી
પોસ્ટેડ ઓન:
17 SEP 2026 5:45PM by PIB Ahmedabad
NTPC વેસ્ટર્ન રીજન-I હેડક્વાર્ટર દ્વારા આજે ભારત રત્નમ – મેગા CFC, અંધેરી ઈસ્ટ, મુંબઈ ખાતે NTPC ઇલેક્ટ્રોન ક્વિઝ 2026-27 ના મુંબઈ રીજનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગોવાની અગ્રણી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 36 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રીજનલ રાઉન્ડ "બિઝનેસ અને મેનેજમેન્ટની દુનિયામાંથી કંઈપણ અને બધું" વિષયવસ્તુ (થીમ) પર યોજાયો હતો. આ ક્વિઝનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નેતૃત્વ, બજારો, કોર્પોરેટ વ્યૂહરચના, એન્ટરપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા), ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીમાં સમકાલીન વિકાસ વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
સ્પર્ધાની શરૂઆત ઓન-ધ-સ્પોટ લેખિત રાઉન્ડથી થઈ હતી, જ્યાં તમામ સહભાગી ટીમોએ થીમ-આધારિત પ્રશ્નાવલીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટોચની છ ટીમો મલ્ટીમીડિયા ઓન-સ્ટેજ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી, જેમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રશ્નો, રેપિડ-ફાયર રાઉન્ડ અને બઝર-આધારિત પ્રશ્નોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે NTPC ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ન્યુક્લિયર) શ્રી નિર્ભય ગુપ્તાનો સમાવેશ થાય છે. સહભાગીઓને સંબોધતા શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે યુવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ જ્ઞાન, વ્યવસાય અને ઇનોવેશનમાં તેમના રસને દર્શાવે છે. તેમણે કહ્યું કે NTPC યુવાનોમાં બૌદ્ધિકતા, નેતૃત્વ અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપતા મંચ પૂરા પાડવા માટે કટિબદ્ધ છે.

રીજનલ હેડ ઓફ HR (વેસ્ટ-I) અને GM (HR), ન્યુક્લિયર શ્રી અનિલ કુમાર ચાવલાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોન ક્વિઝ NTPC ની એ માન્યતાને દર્શાવે છે કે યુવાનોને સશક્ત બનાવવું એ રાષ્ટ્ર નિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ શીખવાની પ્રક્રિયા, સહયોગ અને યુવા વિદ્યાર્થીઓની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે.
રીજનલ રાઉન્ડનું સંચાલન જાણીતા ક્વિઝ માસ્ટર અને ગ્રેસેલ્સ (Greycells) ના સ્થાપક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત જ્ઞાન વ્યાવસાયિક શ્રી ગૌતમ બોઝ દ્વારા કરવામાં આવ્યું હતું.
એક તીવ્ર ફાઇનલ પછી, SPJIMR, મુંબઈના સનિધ્ય સિંહ રઘુવંશી અને દેવ ખેમાણી વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેમને ટીમ દીઠ ₹60,000 નું પ્રથમ ઇનામ મળ્યું હતું. જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ઇશાન જયંત યેવલે અને ઋષભ ગોકુલ જૈન ખિવાંસરાએ બીજું સ્થાન મેળવ્યું અને ટીમ દીઠ ₹40,000 મેળવ્યા. IIT બોમ્બેના શગુન શ્રીવાસ્તવ અને જોહાન સેમ બીજુએ ત્રીજું સ્થાન મેળવ્યું અને ટીમ દીઠ ₹20,000 મેળવ્યા.



પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર ટીમો નેશનલ લેવલે NTPC વેસ્ટર્ન રીજન-I નું પ્રતિનિધિત્વ કરશે.
NTPC ઇલેક્ટ્રોન ક્વિઝ 2004 થી આયોજિત કરવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓ સાથે જોડાવા અને જ્ઞાન, વિશ્લેષણાત્મક કૌશલ્યો તથા સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે NTPC ની ફ્લેગશિપ પહેલોમાંની એક છે.
SM/JD
(રીલીઝ આઈડી: 2311583)
મુલાકાતી સંખ્યા : 8