પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતની સમાવેશી વિકાસ તરફની યાત્રા પર એક લેખ શેર કર્યો
પોસ્ટેડ ઓન:
17 SEP 2026 1:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો એક લેખ શેર કર્યો. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતની વિકાસ યાત્રા એવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે કે જેમની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું, જેમના પર કોઈનું ધ્યાન નહોતું ગયું કે જેઓને આવશ્યક સેવાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.
શ્રી કોવિંદે પ્રધાનમંત્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો હવે ભારતના વિકાસ લક્ષ્યોમાં કેન્દ્રિય બની રહ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી @ramnathkovind લખે છે કે ભારતની વિકાસગાથા ઝડપથી એવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે જેમની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું, જેમના પર કોઈનું ધ્યાન નહોતું ગયું કે જેઓ આવશ્યક સેવાઓથી પણ વંચિત હતા.
તેઓએ PM @narendramodi ના 'સબકા સાથ, સબકા વિકાસ' પર ભાર મૂકતાં કહ્યું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો હવે ભારતના વિકાસ લક્ષ્યોના કેન્દ્રમાં છે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2311300)
મુલાકાતી સંખ્યા : 13