પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત 15 થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ગાંધીનગર ખાતે 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્ઝિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પરિટી' થીમ હેઠળ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026ની મેજબાની કરશે


સર્ક્યુલર ફાઇનાન્સની સુવિધા અને સર્ક્યુલરિટી માટે નવીનતાને આગળ ધપાવવા માટે આ ફોરમ ક્રોસ-સેક્ટરલ ભાગીદારી માટેનું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે

65 થી વધુ દેશોમાંથી 2,000 થી વધારે સ્ટેકહોલ્ડર્સ ભાગ લેશે

125 થી વધુ પ્રદર્શનકર્તાઓ આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં સર્ક્યુલરિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે

પોસ્ટેડ ઓન: 13 SEP 2026 2:22PM by PIB Ahmedabad

ભારત 15 થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ગાંધીનગર (ગુજરાત) ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026ની મેજબાની કરશે. દક્ષિણ એશિયા માટે પ્રથમવાર યોજાઈ રહેલા આ ફોરમનું 15મી તારીખે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ફોરમનું આયોજન 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્ઝિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પરિટી' થીમ હેઠળ કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી (ગુજરાત) શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા; ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી; આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ)ના મિસ મેરીકે સ્પાઇકરબોએર, તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સર્ક્યુલરિટી હયાત સામગ્રીઓ અને ઉત્પાદનોના પુનઃઉપયોગ, પુનઃનિર્માણ (refurbishing) અને રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે અર્થતંત્રમાં પાછા લૂપ કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, ભારત પર્યાવરણીય શાસનમાં એક મોટો બદલાવ લાવી રહ્યું છે, અને આધુનિક સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ભારત, ફિનિશ ઇનોવેશન ફંડ સેટરા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

WCEF 2026 નો ઉદ્દેશ્ય સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટેની ભારતની પહેલોનું પ્રદર્શન કરવાનો છે. આ કાર્યક્રમમાં 65 થી વધુ દેશોના 2000 થી વધુ ક્રોસ-સેક્ટરલ સ્ટેકહોલ્ડર્સ ભાગ લેશે, જેમાં બિઝનેસ લીડર્સ, સાહસિકો (entrepreneurs), ઇનોવેટર્સ, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ચેન્જમેકર્સ અને અન્ય લોકો સામેલ છે. આ ફોરમ વૈશ્વિક સહયોગ અને ગ્લોબલ સાઉથ સાથે વધુ જોડાણને સક્ષમ બનાવશે; સર્ક્યુલર ફાઇનાન્સ અને ખાનગી ક્ષેત્રના રોકાણને ગતિશીલ બનાવવાની સુવિધા આપશે; નીતિગત વાર્તાલાપ અને ક્રોસ-સેક્ટરલ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે; જ્યારે સર્ક્યુલરિટી માટે નવીનતા, ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીને આગળ ધપાવશે.

15 અને 16 સપ્ટેમ્બર 2026 ના રોજ, ફોરમમાં AI નો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઊર્જા ઉત્પાદન, ફાઇનાન્સ, ગવર્નન્સ, ટકાઉ ઉત્પાદનો (sustainable products), ઔદ્યોગિક ઉકેલો, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને યુવા નેતૃત્વ પર 4 પ્લેનરી સત્રો અને 16 સમાંતર વિષયગત (thematic) સત્રો યોજાશે. વધુમાં, આ કાર્યક્રમમાં 125 થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ ધરાવતો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ અને રોકાણ માટે તૈયાર નવીનતાઓ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યાવહારિક સર્ક્યુલર સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે.

WCEF ના ભાગરૂપે, સસ્ટેનેબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન પેટર્ન્સ પર 10 ઇયર ફ્રેમવર્ક ઓફ પ્રોગ્રામ્સ (10 YFP) નું બોર્ડ, 15 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે તેની રૂબરૂ બેઠક યોજશે. ભારતે તાજેતરમાં 10 YFP બોર્ડના સહ-અધ્યક્ષ (Co-Chair) તરીકેનો પદભાર સંભાળ્યો છે, જે ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં તેનું લાંબા સમયનું નેતૃત્વ દર્શાવે છે. 17 અને 18 સપ્ટેમ્બર 2026 ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર અને વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઈન/હાઈબ્રિડ અને રૂબરૂમાં સ્વતંત્ર રીતે 80 એક્સિલરેટર સત્રોનું આયોજન કરશે.

સમાપન સમારોહમાં વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી (ગુજરાત) શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આબોહવા અને પર્યાવરણ મંત્રી (ફિનલેન્ડ) મિસ સારી મુલતાલા; વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી (ગુજરાત) શ્રી પ્રવીણભાઈ માળી; ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સ, SITRA શ્રી ક્રિસ્ટો લેહટોનેન, સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે. સમારોહનો અંત સેટરા (SITRA) ના ઇન્ટરનેશનલ પ્રોગ્રામના ડિરેક્ટર દ્વારા આગામી મેજબાનને ઔપચારિક હેન્ડઓવર સાથે થશે, એવા સંદેશ સાથે કે સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને અપનાવીને વિશ્વ વધુ ટકાઉ, સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ વૈશ્વિક અર્થતંત્રને આકાર આપી શકે છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2309748) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi