સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

આલ્કોહોલની નિર્ભરતાથી નવી સ્થિરતા તરફ: પુનઃપ્રાપ્તિ, જવાબદારી અને આશા તરફ કવિની સફર

પોસ્ટેડ ઓન: 10 SEP 2026 3:13PM by PIB Ahmedabad

આલ્કોહોલ પરની નિર્ભરતા વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સુખાકારી, પારિવારિક સંબંધો અને સ્થિર આજીવિકા જાળવવાની ક્ષમતાને ધીમે ધીમે અસર કરી શકે છે. સમયસર કાઉન્સેલિંગ, સુવ્યવસ્થિત પુનર્વસન અને સતત પારિવારિક ટેકો વ્યક્તિઓને નિર્ભરતામાંથી બહાર આવવામાં અને આત્મવિશ્વાસ તથા ગૌરવ સાથે તેમના જીવનનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરી શકે છે.

નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR) હેઠળ મળેલા સહાયની અસર દર્શાવતા, તમિલનાડુના ઇરોડ જિલ્લાના 31 વર્ષીય નિવાસી કવિ (નામ બદલ્યું છે) એ આશરે છ વર્ષની આલ્કોહોલ નિર્ભરતા પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ વધુ સ્વસ્થ અને સ્થિર જીવન જીવી રહ્યા છે. તેમની આ સફર ટકાવી રાખી શકાય તેવી પુનઃપ્રાપ્તિને સક્ષમ કરવામાં કાઉન્સેલિંગ, પુનર્વસન અને સતત ફોલો-અપની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સામાન્ય શ્રેણીમાં આવતા કવિએ હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ ફુલ-ટાઇમ કર્મચારી તરીકે કામ કરે છે. શરૂઆતમાં તેઓ ક્યારેક-ક્યારેક દારૂ પીતા હતા, પરંતુ ધીમે ધીમે આ ટેવ નિર્ભરતામાં બદલાઈ ગઈ. ભાવનાત્મક તણાવ, પરિવારનું દબાણ અને વ્યક્તિગત નિરાશાઓનો સામનો કરવા માટે તેઓ આલ્કોહોલનો સહારો લેતા હતા.

સમય જતાં, આલ્કોહોલ પરની નિર્ભરતાએ તેમના શારીરિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સુખાકારી, સંબંધો અને દૈનિક જવાબદારીઓને નિભાવવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી. તેમણે ભાવનાત્મક અસ્થિરતા, ઊંઘમાં વિક્ષેપ, ઓછી પ્રેરણા અને આત્મવિશ્વાસ ગુમાવવાનો અનુભવ કર્યો, જેનાથી તેઓ વધુને વધુ એકલવાયા બન્યા અને પોતાના ભવિષ્ય પ્રત્યે અસુરક્ષિત બન્યા.

તેમના ભાવનાત્મક આક્રોશ અને સામાજિક વ્યવહારથી દૂર રહેવાની વૃત્તિ જોઈને તેનો પરિવાર ખૂબ જ ચિંતિત બન્યો. આલ્કોહોલની નિર્ભરતાની અસર તેની કામ પરની હાજરી અને કામગીરી પર પણ પડી, જેના કારણે તેમના માટે સ્થિર આવક જાળવી રાખવી અને નાણાકીય વ્યવસ્થાપન કરવું મુશ્કેલ બન્યું. આના કારણે પરિવાર પર ભાવનાત્મક અને આર્થિક તણાવમાં પણ વધારો થયો.

આ પડકારો હોવા છતાં, કવિએ તેમના જીવનને બદલવા માટે દ્રઢ સંકલ્પ રાખ્યો. 7 ઓક્ટોબર 2025ના રોજ, તેમને તમિલનાડુના ઇરોડ જિલ્લામાં આવેલ ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર ફોર એડિક્ટ્સ (IRCA) એવા સેન્ટર ફોર એક્શન એન્ડ રૂરલ એજ્યુકેશન તરફથી મદદ મળી.

વ્યવસ્થિત પુનઃપ્રાપ્તિ યોજનાના ભાગરૂપે, કવિને વ્યક્તિગત કાઉન્સેલિંગ, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સહાય, કૌટુંબિક કાઉન્સેલિંગ, પ્રેરણાત્મક અને વર્તણૂક આધારિત માર્ગદર્શન, પુનઃનિર્ભરતા અટકાવવા અંગેનું શિક્ષણ તથા નિયમિત અનુસરણ અને દેખરેખ આપવામાં આવી. આ કાર્યક્રમમાં ભાવનાઓ પર નિયંત્રણ, સ્વસ્થ રીતે સમસ્યાઓનો સામનો કરવાની રીતો, ગ્રુપ થેરાપી, પરિવારની ભાગીદારી અને જીવનશૈલીમાં સુધારા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

કવિએ પુનર્વસન કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને રિકવરી તથા વ્યક્તિગત વિકાસ પ્રત્યે મજબૂત કટિબદ્ધતા દર્શાવી હતી. સતત કાઉન્સેલિંગથી તેમને આલ્કોહોલની નિર્ભરતાની અસર સમજવામાં, તણાવને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં અને ભાવનાત્મક પડકારોનો વધુ તંદુરસ્ત રીતે જવાબ આપવાની પદ્ધતિઓ અપનાવવામાં મદદ મળી.

સતત માર્ગદર્શન અને કૌટુંબિક ટેકા સાથે, તેમણે ધીમે ધીમે આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા પાછી મેળવી. તેમણે તેમના પરિવારના સભ્યો સાથે તંદુરસ્ત સંબંધોનું પુનઃનિર્માણ કર્યું અને તેમની દૈનિક દિનચર્યા અને વ્યાવસાયિક કટિબદ્ધતાઓને સંચાલિત કરવામાં વધુ જવાબદાર બન્યા.

રિકવરી પ્રક્રિયાથી તેમની રોજગારી અને આર્થિક સ્થિતિમાં પણ સકારાત્મક ફેરફારો આવ્યા. સુધારેલી હાજરી, કાર્ય પ્રદર્શન અને નાણાકીય વ્યવસ્થાપને તેમની કમાણી કરવાની ક્ષમતાને મજબૂત કરી અને તેમના પરિવાર માટે વધુ આર્થિક સ્થિરતામાં યોગદાન આપ્યું.

હાલમાં, કવિ સંયમ જાળવી રહ્યા છે અને વધુ સ્વસ્થ, સ્થિર અને ઉત્પાદક જીવન જીવી રહ્યા છે. તેઓ ફોલો-અપ કાઉન્સેલિંગ સત્રોમાં હાજરી આપે છે અને તેમની રિકવરી જાળવી રાખવા માટે કટિબદ્ધ રહે છે. તેમનું આ પરિવર્તન સમાન પડકારોનો સામનો કરી રહેલા અન્ય લોકો માટે પણ પ્રોત્સાહનનો સ્ત્રોત બન્યું છે.

કવિની સફર દર્શાવે છે કે આલ્કોહોલની નિર્ભરતાને દ્રઢ સંકલ્પ, યોગ્ય સારવાર, કૌટુંબિક ભાગીદારી અને સતત સંસ્થાકીય ટેકા દ્વારા દૂર કરી શકાય છે. નવા આત્મવિશ્વાસ અને જવાબદારી સાથે, તેઓ ગૌરવ, આર્થિક સ્થિરતા અને આશાભર્યા જીવન તરફ આગળ વધ્યા છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2308706) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil