ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના પવિત્ર અવસરે દેશવાસીઓને ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી
'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના અવસરે ગૃહમંત્રીએ નવી દિલ્હીના બિરલા મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી; તમામ નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધા, ભક્તિ અને ભારે ઉત્સાહ સાથે 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે
ધર્મ, નીતિ અને લોકકલ્યાણના સાક્ષાત સ્વરૂપ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવે
પોસ્ટેડ ઓન:
04 SEP 2026 8:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના પવિત્ર અવસરે દેશના લોકોને પોતાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે ગૃહમંત્રીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવા માટે નવી દિલ્હીમાં બિરલા મંદિરની મુલાકાત લીધી હતી અને તમામ નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે X પર પોસ્ટ કર્યું, “'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ધર્મ, નીતિ અને લોકકલ્યાણના સાક્ષાત સ્વરૂપ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવે. જય શ્રી કૃષ્ણ.”


X પરની બીજી પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું, “જય શ્રી કૃષ્ણ! સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધા, ભક્તિ અને ભારે ઉત્સાહ સાથે 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'ના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. આ પવિત્ર અવસરે આજે મેં નવી દિલ્હીના બિરલા મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી અને તમામ દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2306845)
મુલાકાતી સંખ્યા : 11