માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

NHAIએ ‘ગ્રીન હાઇવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ 2026’ના વિજેતાઓની જાહેરાત કરી


આ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સમાં ટકાઉ હરિયાળી પદ્ધતિઓ અપનાવવામાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 5:37PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય રાજમાર્ગો પર તંદુરસ્ત વૃક્ષારોપણ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ રાષ્ટ્રીય રાજમાર્ગ લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશન મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ પદ્ધતિઓની માન્યતા આપવા માટે ‘ગ્રીન હાઇવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ’ ની સ્થાપના કરી હતી. ‘ગ્રીન હાઇવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ 2026’ ના વિજેતાઓની જાહેરાત ત્રણ શ્રેણીઓમાં કરવામાં આવી હતી જેમાં એવેન્યુ પ્લાન્ટેશન્સ (માર્ગની બંને બાજુ વૃક્ષારોપણ), મીડિયન પ્લાન્ટેશન્સ (માર્ગની વચ્ચે વૃક્ષારોપણ) અને ક્લોવર લીવ્સ, ઈન્ટરચેન્જ, ટોલ પ્લાઝા અને સર્વિસ વિસ્તારો સહિત જમીનના પ્લોટ્સમાં પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. ભાગીદારી માટે, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ સાથે હાથ ધરાયેલા પ્લાન્ટેશન પ્રોજેક્ટ્સમાં સામેલ એનએચએઆઈ ફિલ્ડ ઓફિસો, કન્સેશનર્સ, કોન્ટ્રાક્ટરો, સરકારી એજન્સીઓ, એનજીઓ (NGOs) અને ખાનગી એજન્સીઓ માટે એન્ટ્રીઓ ખુલ્લી મૂકવામાં આવી હતી.

વિજેતાઓની જાહેરાત

શ્રેણી- I: એવેન્યુ પ્લાન્ટેશન્સ (Avenue Plantations)

1લું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-વિજયવાડા (RO-Vijayawada) હેઠળ આંધ્રપ્રદેશમાં એનએચ 16 (NH 16) પર ચિલકલુરીપેટ બાયપાસનું સિક્સ લેનિંગ

2જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-ગાંધીનગર (RO-Gandhinagar) હેઠળ ગુજરાતમાં વડોદરા - મુંબઈ એક્સપ્રેસવેનો પાદરાથી વડોદરા સેક્શન, આઠ લેન વડોદરા - કીમ એક્સપ્રેસવે

3જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-જયપુર (RO-Jaipur) હેઠળ એનએચ-925 (NH-925) નો ગગરીયા-બખાસર સેક્શન અને એનએચ-925એ (NH-925A) નો સત્તા-ગાંધવ સેક્શન

સાંત્વના ઇનામ પ્રોજેક્ટ: આરઓ-મદુરાઈ (RO-Madurai) હેઠળ તિરુચિ બાયપાસ સહિત એનએચ-210 (NH-210), એનએચ-336 (NH-336), 36 અને 536 ના તિરુચિ - કરાઈકુડી સેક્શનનું ઈન્સિડન્ટ મેનેજમેન્ટ સહિત વાર્ષિક મેન્ટેનન્સ

શ્રેણી II: મીડિયન પ્લાન્ટેશન્સ (Median Plantations):

1લું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-હૈદરાબાદ (RO-Hyderabad) હેઠળ એનએચ 163 (NH 163) કિમીના હૈદરાબાદ - યાદગિરી સેક્શનનું ફોર લેનિંગ

2જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-ગાંધીનગર (RO-Gandhinagar) હેઠળ ગુજરાતમાં વડોદરા - મુંબઈ એક્સપ્રેસવેનો સાંપાથી પાદરા સેક્શન, આઠ લેન વડોદરા - કીમ એક્સપ્રેસવે

3જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-યુપી ઈસ્ટ (વારાણસી) [RO-UP East (Varanasi)] હેઠળ વારાણસી રિંગ રોડ, પીકેજી-I (Pkg-I), એનએચ-31 (NH-31) નો હરહુઆથી સંદાહા સેક્શન

શ્રેણી III: પ્લાન્ટેશન ઇન લેન્ડ પાર્સલ્સ (Plantation in Land Parcels):

1લું ઇનામ પ્રોજેક્ટ: આરઓ - નાગપુર (RO – Nagpur) હેઠળ એનએચ-44 (NH-44) પર જામઠા ક્લોવર લીફ, ઓક્સિજન બર્ડ પાર્ક

2જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ-દિલ્હી (RO-Delhi) હેઠળ ટોલિંગ, ઓપરેશન, ટ્રાન્સફર અને મેન્ટેનન્સ (ToT) બંડલ-7, એનઈ-II (NE-II) હેઠળ જાહેર ભંડોળથી ચાલતા ઓપરેશનલ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું મોનેટાઇઝેશન - દુહાઈ ઈન્ટરચેન્જ ખાતે લેન્ડ પાર્સલ્સ

3જું ઇનામ પ્રોજેક્ટ: આરઓ- યુપી વેસ્ટ (લખનૌ) [RO- UP West (Lucknow)] હેઠળ લખનૌ-અયોધ્યા રોડ અને લખનૌ આઉટર રિંગ રોડ ઈન્ટરસેક્શન જંકશન - લૂપ વિસ્તારોમાં મિયાવાકી પ્લાન્ટેશન

એન્ટ્રીઓનું નોમિનેશન અને મૂલ્યાંકન

એવોર્ડ નોમિનેશન્સ એનએચએઆઈ ઓનલાઈન પોર્ટલ દ્વારા મંગાવવામાં આવ્યા હતા. એનએચએઆઈ ને સમગ્ર દેશમાંથી પ્રાપ્ત થયેલા 86 નોમિનેશન્સ સાથે એનએચએઆઈ ગ્રીન હાઇવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ માટે પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. જેમાં એવેન્યુ પ્લાન્ટેશન્સ માટે 27, મીડિયન પ્લાન્ટેશન્સ માટે 36 અને પ્લાન્ટેશન ઇન લેન્ડ પાર્સલ્સ માટે 23 નોમિનેશન્સનો સમાવેશ થાય છે. નોમિનેશન્સમાં એવા પ્રેઝન્ટેશન્સનો સમાવેશ થતો હતો જે જીઓ-ટેગ કરેલા ફોટોગ્રાફ્સ, ડ્રોન વીડિયો, સાઇટ-વિશિષ્ટ પ્લાન્ટેશન પ્લાન્સ અને પ્લાન્ટેશન સર્વાઇવલ-રેટ (જીવંત રહેવાનો દર) ના ડેટા દ્વારા સપોર્ટેડ હતા.

પ્રારંભિક સ્ક્રિનિંગ પછી, 15 નોમિનેશન્સ - દરેક શ્રેણીમાં પાંચ-પાંચ - આખરી મૂલ્યાંકન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. મૂલ્યાંકન એક વ્યાપક એસેસમેન્ટ ફ્રેમવર્ક સામે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં છોડના સર્વાઇવલ રેટ (જીવંત રહેવાનો દર) પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. અન્ય પરિમાણોમાં સાઇટ-વિશિષ્ટ પ્લાન્ટેશન એક્શન પ્લાન્સ, પ્લાન્ટેશન કામગીરીનો સમય, ખાડાઓનું કદ, રોપાઓની ગુણવત્તા, રક્ષણાત્મક પગલાં, મંજૂર ડિઝાઇન મુજબ અમલીકરણ, પ્રજાતિઓની વિવિધતા, સ્થાનિક પ્રજાતિઓની યોગ્યતા અને ઉપયોગનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કમાં ગુણવત્તા, સુસ્થિરતા, અસરાકારકતા અને વ્યાપક પુનરાવર્તનની ક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

‘ગ્રીન હાઇવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ’ ની સ્થાપના એનએચએઆઈ દ્વારા ગ્રીન હાઇવેઝ પોલિસી, 2015 માં નિર્દેશિત કર્યા મુજબ 2025 માં કરવામાં આવી હતી. આ એવોર્ડ્સ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કના વિકાસ સાથે પર્યાવરણીય સુસ્થિરતાને સાંકળવાની એનએચએઆઈ ની પ્રતિબદ્ધતાને પુનર્બલિત કરે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2306713) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: Telugu , English , Urdu , हिन्दी , Tamil