સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સર્જન વાઇસ એડમિરલ મનીષ હોનવાડ, VSM એ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજ, પુણેના ડિરેક્ટર અને કમાન્ડન્ટનો હોદ્દો સંભાળ્યો

પોસ્ટેડ ઓન: 01 SEP 2026 11:37AM by PIB Ahmedabad

સર્જન વાઇસ એડમિરલ મનીષ હોનવાડ, VSM એ આજે સવારે આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજ, પુણેના ડિરેક્ટર અને કમાન્ડન્ટનો હોદ્દો સંભાળ્યો છે. 1989માં આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ, તેમણે 1998માં આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજમાંથી એનેસ્થેસિયોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિનમાં એમડી કર્યું હતું. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS), બેંગલોરથી ન્યુરો-એનેસ્થેસિયોલોજીમાં WHO ફેલો છે. આ ફ્લેગ ઓફિસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, જ્યાં તેમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.ફિલની પદવી એનાયત કરવામાં આવી હતી.

37 વર્ષથી વધુ સમયની તેમની શાનદાર કારકિર્દીમાં, આ ફ્લેગ ઓફિસરે ડિરેક્ટર અને કમાન્ડન્ટ AFMCનો હોદ્દો સંભાળતા પહેલા નેવલ હેડક્વાર્ટર ખાતે એડિશનલ ડિરેક્ટર જનરલ મેડિકલ સર્વિસિસ (નેવી), કમાન્ડિંગ ઓફિસર, INHS સંજીવની અને કમાન્ડિંગ ઓફિસર, INHS અશ્વિની સહિતના પ્રતિષ્ઠિત શૈક્ષણિક, ક્લિનિકલ અને વહીવટી હોદ્દાઓ સંભાળ્યા છે.

આ ફ્લેગ ઓફિસર સોસાયટી ફોર સિમ્યુલેશન ઇન હેલ્થકેર (SSIH), USAના સર્ટિફાઇડ હેલ્થકેર સિમ્યુલેશન એજ્યુકેટર છે અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હેલ્થકેર સિમ્યુલેશન પર આંતરરાષ્ટ્રીય વક્તા છે.

દર્દીઓની સંભાળ અને સેવા પ્રત્યેના તેમના સમર્પણની માન્યતા રૂપે, ફ્લેગ ઓફિસરને 2025માં 'વિશિષ્ટ સેવા મેડલ'થી નવાજવામાં આવ્યા છે. તેમને 2006, 2013માં બે વાર ચીફ ઓફ નેવલ સ્ટાફ પ્રશંસા પત્ર અને 2007માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (FOC-in-C સાઉથ) પ્રશંસા પત્ર તેમજ 2011માં FOC-in-C (વેસ્ટ) પ્રશંસા પત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે.

આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસિસના તમામ રેન્ક વતી, DGAFMS આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજ, પુણેના ડિરેક્ટર અને કમાન્ડન્ટ તરીકે સફળ કાર્યકાળ માટે ફ્લેગ ઓફિસરને સુંદર શુભેચ્છાઓ પાઠવે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2305371) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी