ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને રાજગીરી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીની રજત જયંતિ ઉજવણીમાં હાજરી આપી અને કન્ફ્લુઅન્સ 3.0નું ઉદ્ઘાટન કર્યું
ઉપરાષ્ટ્રપતિએ સંશોધન-આધારિત ઉચ્ચ શિક્ષણ અને મજબૂત ઉદ્યોગ-અકાદમિક જોડાણો માટે હાકલ કરી
રોજગારીનું સર્જન કરવા અને રિવર્સ માઇગ્રેશનને સક્ષમ કરવા માટે કેરળમે હાઇ-ટેક ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
“અમે માત્ર ગ્રેજ્યુએટ્સ પેદા કરી શકતા નથી; અમારે બજારની માંગને સમજવી પડશે”: ઉપરાષ્ટ્રપતિ
“ડ્રગ્સને ના કહો”: ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને તેમના સપના અને આકાંક્ષાઓનું રક્ષણ કરવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
31 AUG 2026 5:49PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે કોચીમાં રાજગીરી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (RSET) ની રજત જયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી અને "ઇન્ડિયા, ઇમ્પેક્ટ ઓફ AI" પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉદ્યોગ-અકાદમિક સમિટ કન્ફ્લુઅન્સ 3.0 નું ઉદ્ઘાટન કર્યું હતું.
સાક્ષરતા, સામાજિક વિકાસ અને માનવ મૂડી ક્ષેત્રે કેરળમની અગ્રણી સિદ્ધિઓને રેખાંકિત કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે રાજગીરીએ માત્ર તકનીકી નિષ્ણાતો જ નહીં પરંતુ જાહેર જીવનમાં નેતાઓનું પણ યોગદાન આપ્યું છે. તેમણે 25 વર્ષ પૂર્ણ કરવા બદલ આ સંસ્થાને અભિનંદન આપ્યા હતા અને તકનીકી ઉત્કૃષ્ટતા સાથે મૂલ્યોને જોડવાની તેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
કાર્મેલાઇટ્સ ઓફ મેરી ઇમ્યુક્યુલેટ (CMI) ના યોગદાન અને સેન્ટ કુડિયાકોસ ઇલિયાસ ચાવરાના વારસાને યાદ કરતા, તેમણે શિક્ષણનું લોકશાહીકરણ કરવા, મહિલા શિક્ષણ અને પ્રૌઢ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને ગરીબી તથા ભૂખમરો શીખવામાં બાધક ન બને તે સુનિશ્ચિત કરવાના તેમના અગ્રણી પ્રયાસોને રેખાંકિત કર્યા હતા.
ટેકનોલોજી-સંચાલિત વિશ્વની બદલાતી માંગ પર ભાર મૂકતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણ ડિગ્રીઓ સુધી સીમિત હોઈ શકે નહીં. "અમે માત્ર ગ્રેજ્યુએટ્સ પેદા કરી શકતા નથી; અમારે બજારની માંગને સમજવી પડશે," તેમણે સંશોધન, નવીનતા અને મુશ્કેલીઓ દૂર કરવા પર વધુ ભાર મૂકવાની હાકલ કરતા કહ્યું.
કન્ફ્લુઅન્સ 3.0 ની પ્રશંસા કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે ભારતને ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપ્સ માટે વૈશ્વિક હબ બનાવવા માટે મજબૂત ઉદ્યોગ-અકાદમિક ભાગીદારી આવશ્યક છે. તેમણે ભારતના મૂલ્યોમાં મૂળ ધરાવતા રહીને નવીન શિક્ષણ, આંતરશાખાકીય સંશોધન, AI નો જવાબદાર ઉપયોગ અને અર્થપૂર્ણ આંતરરાષ્ટ્રીય સહયોગ માટે હાકલ કરી હતી.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીનના થયેલા બદલાવનો ઉલ્લેખ કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે તેની પ્રગતિ ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવીનતામાં સતત રોકાણના મહત્વને દર્શાવે છે. તેમણે કેરળમને સંશોધન-સંચાલિત ઉચ્ચ શિક્ષણને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપતી નિવસનતંત્ર (ઈકોસિસ્ટમ) બનાવવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીને અપીલ કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે કેરળમની મર્યાદિત જમીનની ઉપલબ્ધતા અને જમીનની ઊંચી કિંમતો પરંપરાગત મોટા ઉદ્યોગો માટે પડકારરૂપ બને છે, અને હાઇ-ટેક તથા જ્ઞાન-આધારિત ઉદ્યોગો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે કેરળમનો મજબૂત શૈક્ષણિક આધાર અને ટેલેન્ટ પૂલ ઉચ્ચ-ટેકનોલોજી સાહસોને આકર્ષિત કરી શકે છે, સ્થાનિક રોજગારનું સર્જન કરી શકે છે, સ્થળાંતર ઘટાડી શકે છે અને રિવર્સ માઇગ્રેશન સક્ષમ કરી શકે છે.
ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને "ડ્રગ્સને ના કહો"ની ભારપૂર્વક અપીલ કરી હતી. પોતાના બાળપણ દરમિયાન માતાની સલાહને યાદ કરતા તેમણે કહ્યું કે ક્ષણિક સુખો મોટા સપનાઓ અને લક્ષ્યોને નષ્ટ કરી શકે છે, અને વિદ્યાર્થીઓને પોતાના, સમાજના અને માનવતાના કલ્યાણ માટે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ રાજગીરી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એડમિનિસ્ટ્રેટિવ બ્લોકની શિલાન્યાસ વિધિ પણ કરી હતી, જે સંસ્થાના વિકાસ અને અકાદમિક ઉત્કૃષ્ટતાની મુસાફરીમાં વધુ એક માઇલસ્ટોન ચિહ્નિત કરે છે.
આ કાર્યક્રમમાં કેરળમના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર; કેરળમના મુખ્યમંત્રી શ્રી વી. ડી. સતીશન; કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તથા પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી સુરેશ ગોપી; કેરળમ સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી રોજી એમ. જોન; અને RSET ના સંચાલકો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2305245)
મુલાકાતી સંખ્યા : 5