પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શાસ્ત્રી સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કર્યું અને તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 30 AUG 2026 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે તાશકંદમાં શાસ્ત્રી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વર્ષ 1965માં તાશકંદમાં પૂર્વ પ્રધાનમંત્રીના અવસાનની 60મી વર્ષગાંઠ દર્શાવે છે. આ સ્મારક શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવેલા માર્ગ પર આવેલું છે. તાશકંદમાં પૂર્વ પ્રધાનમંત્રીના જીવન અને વારસાને આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. સ્મારક અને માર્ગ ઉપરાંત, તાશકંદમાં તેમના નામ પરથી એક સ્થાનિક શાળા અને ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર આવેલું છે.

શાસ્ત્રી સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી, પ્રધાનમંત્રીએ તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીમાં, પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રી અને રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે યુનિવર્સિટીના મહાત્મા ગાંધી કેન્દ્રમાં શૈક્ષણિક રૂચિ ધરાવતા ભારતવિદો (Indologists) અને વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. યુનિવર્સિટી હિન્દી ભાષા અને અન્ય ભારતીય વિષયો ભણાવવાનો પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે. તેમની રાજકીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ ઉઝબેક વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષા માટે લાલ બહાદુર શાસ્ત્રી શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી. આ વર્ષ યુનિવર્સિટીમાં હિન્દી શિક્ષણનું 80મું વર્ષ દર્શાવે છે. બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખીને, ઉઝબેક વિદ્યાર્થીઓમાં હિન્દી શીખવા માટે પ્રશંસનીય રસ છે. ઉઝબેક અને હિન્દી ભાષાઓ વચ્ચે 3000 થી વધુ શબ્દો સમાન છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2304772) મુલાકાતી સંખ્યા : 15