રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

એનએચઆરસી, ઈન્ડિયા 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે 'ઓપન હિયરિંગ એન્ડ કેમ્પ સિટીંગ' યોજશે


કેમ્પ સિટીંગ દરમિયાન, એનએચઆરસી રાજ્યમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનના કેસોની સુનાવણી કરશે

સુનાવણી દરમિયાન રાજ્યના અધિકારીઓ અને ફરિયાદીઓ હાજર રહેશે અને કાર્યવાહીમાં ભાગ લેશે

કમિશન ગુજરાતમાં બંધુઆ મજૂરીના કથિત કેસોની પણ સુનાવણી કરશે

કમિશન માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે

મીડિયા બ્રીફિંગ બાદ નાગરિક સમાજ, એનજીઓ અને માનવ અધિકાર રક્ષકોના પ્રતિનિધિઓને પણ મળશે

પોસ્ટેડ ઓન: 28 AUG 2026 4:59PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ઈન્ડિયા 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ રાજ્યમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનના કેસોની સુનાવણી માટે ગાંધીનગર, ગુજરાત ખાતે બે દિવસીય 'ઓપન હિયરિંગ એન્ડ કેમ્પ સિટીંગ'નું આયોજન કરી રહ્યું છે. NHRC, ઈન્ડિયાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ વી. રામાસુસુબ્રમણ્યમ અને સભ્યો ન્યાયમૂર્તિ (ડૉ.) વિદ્યુત રંજન સારંગી અને શ્રીમતી વિજયા ભારતી સાયાની 2 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 10.30 વાગ્યાથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ફરિયાદીઓ અને રાજ્યના સંબંધિત અધિકારીઓની હાજરીમાં કેસોની સુનાવણી કરશે.

2 સપ્ટેમ્બર 2026 ના રોજ, પૂર્ણ કમિશન તેને સોંપાયેલા કેસો હાથ પર લેશે. બીજા દિવસે, 3 સપ્ટેમ્બર 2026 ના રોજ, NHRC અધ્યક્ષ ન્યાયમૂર્તિ વી. રામાસુબ્રમણ્યમ ગુજરાતમાં કથિત બંધુઆ મજૂરીના કેસોની સુનાવણી કરશે. તે જ સમયે, સભ્યો ન્યાયમૂર્તિ (ડૉ.) વિદ્યુત રંજન સારંગી અને શ્રીમતી વિજયા ભારતી સાયાનીની બનેલી કમિશનની ડિવિઝન બેન્ચ પાલન સંબંધિત બાબતો અને માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની અન્ય ફરિયાદોને લગતા કેસોની સુનાવણી કરશે.

ત્યારબાદ, કમિશન બપોરે 2.00 વાગ્યે નાગરિક સમાજ સંગઠનો, એનજીઓ અને માનવ અધિકાર રક્ષકોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બપોરે 3.00 વાગ્યે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. કેમ્પ સિટીંગનું સમાપન સાંજે 4.15 વાગ્યે મીડિયા બ્રીફિંગ સાથે થશે.

કમિશન માનવ અધિકારના ઉલ્લંઘનના ભોગ બનેલા લોકોને ઝડપી ન્યાય અને ઝડપી નિવારણ સુનિશ્ચિત કરવા માટે 2007થી સમયસર વિવિધ રાજ્યોમાં કેમ્પ સિટીંગ યોજી રહ્યું છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2304320) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी