ફાર્માસ્યુટિકલ્સ વિભાગ
azadi ka amrit mahotsav

ફાર્મા એન્ડ મેડટેક ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ₹5,000 કરોડની PRIP યોજના હેઠળ અરજીઓ માટેના બીજા કોલની જાહેરાત કરવામાં આવી


PRIP યોજના પ્રાથમિકતા ધરાવતા ફાર્મા એન્ડ મેડટેક ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ, MSMEs અને ઉદ્યોગો માટે નવી તકો ખોલે છે

પોસ્ટેડ ઓન: 28 AUG 2026 1:39PM by PIB Ahmedabad

કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગે પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન ફાર્મા એન્ડ મેડટેક (PRIP) યોજના હેઠળ અરજીઓ માટે બીજા કોલની જાહેરાત કરી છે. ₹ 5,000 કરોડના નાણાકીય આઉટ લે ધરાવતી આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ, MSMEs અને મોટી કંપનીઓને ઇનોવેશન વેલ્યુ ચેઇનમાં આગળ વધવા માટે ટેકો આપીને ભારતના ફાર્મા અને મેડટેક સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.


બે ટ્રેક હેઠળ અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે:

  • પ્રારંભિક તબક્કો: કોઈપણ પ્રાથમિકતા વાળા ક્ષેત્રમાં TRL (ટેકનોલોજી રેડીનેસ લેવલ) 1, 2 અથવા 3ના ઉત્પાદનો અથવા ટેકનોલોજીને TRL 5 થી આગળ નહીં તેવા ઉચ્ચ TRLs પર લઈ જવા માટેના સ્ટાર્ટઅપ્સ અને MSMEs ના પ્રોજેક્ટ્સ લાયક ગણાશે. આ પ્રોજેક્ટ્સ બે-તબક્કાની પ્રક્રિયાને અનુસરશે, જેની શરૂઆત ટૂંકી કન્સેપ્ટ નોટથી થશે, ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા અરજદારો માટે વિગતવાર અરજી કરવામાં આવશે. પાત્ર MSMEs અને સ્ટાર્ટઅપ્સ દ્વારા અથવા તેમના નેટવર્કમાં આશાસ્પદ પ્રોજેક્ટ્સ વતી ઇકોસિસ્ટમ એનેબલર્સ દ્વારા કન્સેપ્ટ નોટ્સ સીધી સબમિટ કરી શકાય છે. આ યોજના હેઠળ પ્રોજેક્ટ દીઠ ₹5 કરોડ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
  • પાછળનો તબક્કો: કોઈપણ પ્રાથમિકતા વાળા ક્ષેત્રમાં TRL 4, 5, અથવા 6ના ઉત્પાદનો અથવા ટેકનોલોજીને ઉચ્ચ TRLs પર લઈ જવા માટેના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને MSMEsના પ્રોજેક્ટ્સ લાયક ગણાશે. પાછળના તબક્કાના પ્રોજેક્ટ્સ વિગતવાર અરજી ફોર્મ દ્વારા સીધી અરજી કરી શકે છે. યોજના હેઠળ પ્રોજેક્ટ દીઠ ₹100 કરોડ સુધીની નાણાકીય સહાય એ શરતે પૂરી પાડવામાં આવશે કે આવી સહાય મંજૂર થયેલ કુલ પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 35% સુધી સીમિત રહેશે અને મંજૂર થયેલ કુલ પ્રોજેક્ટ ખર્ચનો બાકીનો હિસ્સો અરજદાર દ્વારા સહ-ધિરાણ કો-ફંડેડ કરવામાં આવશે.
  • અરજી ફોર્મ્સ અને સહાયક માર્ગદર્શન PRIP પોર્ટલ પર ઉપલબ્ધ છે: https://prip.pharma-dept.gov.in/. અરજદારો અરજીની જરૂરિયાતો અંગેની વિગતો માટે નીચેના સંસાધનોનો પણ સંદર્ભ લઈ શકે છે:
  • સ્કીમ દસ્તાવેજો: સ્કીમ અને સ્કીમ ગાઇડલાઇન્સ
  • કન્સેપ્ટ નોટ: ગાઇડન્સ ફોર કન્સેપ્ટ નોટ
  • વિગતવાર અરજી ફોર્મ: ગાઇડન્સ ફોર એપ્લિકેશન ફોર્મ 
  • અન્ય દસ્તાવેજો: માઇલસ્ટોન ડિસ્ક્રિપ્ટર કેટેલોગ અને ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ (FAQs) 

યોજનાના વિવિધ પાસાઓ પર વધારાના માર્ગદર્શન માટે, કૃપા કરીને એપ્લિકેશન સપોર્ટ ટૂલકિટનો સંદર્ભ લો.

PRIP પોર્ટલ પર સબમિશન વિન્ડો સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ખુલશે. જે અરજદારોએ PRIP રાઉન્ડ 1 હેઠળ પ્રોજેક્ટ્સ સબમિટ કર્યા હતા તેમને તે જ પ્રોજેક્ટ ફરીથી સબમિટ ન કરવા માટે જણાવાયું છે. કોઈપણ પ્રશ્નો માટે, રસ ધરાવતા અરજદારો support-prip@pharma-dept.gov.in પર લખી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગના ક્ષેત્રો સહિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી 2023માં PRIP યોજના શરૂ કરવામાં આવી હતી. તે વિશ્વસ્તરીય સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને લાયક, પ્રશિક્ષિત વિદ્યાર્થીઓના ટેલેન્ટ પૂલને ઊંડો બનાવવાનો પ્રયાસ કરે છે. વ્યવહારુ પરિણામોના વ્યાપારીકરણની શક્યતાઓને વધારવાના હેતુથી, ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ યોજના હેઠળ પૂરા પાડવામાં આવનાર માર્ગદર્શન (મેંટોરશિપ) સપોર્ટનો લાભ પણ લઈ શકે છે. મેડટેક મિત્ર અને પેટન્ટ મિત્ર જેવી પહેલો અને યોજના હેઠળનું ઓનલાઈન પ્લેટફોર્મ વિવિધ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે સહયોગ અને ભાગીદારીને સરળ બનાવશે.

યોજના હેઠળ ઓળખવામાં આવેલા પ્રાથમિકતા વાળા ક્ષેત્રો નીચે મુજબ છે.

1.નવી દવાઓ - નવી કેમિકલ દવાઓ/પદાર્થો (નવી કેમિકલ એન્ટિટી (NCE), નવી બાયોલોજિકલ એન્ટિટી (NBE) અને ફાઇટો-ફાર્માસ્યુટિકલ્સ સહિત)
2.કોમ્પ્લેક્સ જેનરિક્સ અને બાયોસિમિલર્સ

3, ટાર્ગેટેડ ઇનોવેટિવ થેરાપ્યુટિક્સ - આ તેવા મેડિકલ ડિવાઇસીસનો સંદર્ભ આપે છે જેને CDSCO દ્વારા અગાઉ મંજૂરી આપવામાં આવી નથી. તે નીચેના સહિત તમામ નોવેલ મેડિકલ ડિવાઇસીસને આવરી લે છે: (i) સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે AI/ML આધારિત મેડિકલ ડિવાઇસીસ, સોફ્ટવેર એઝ મેડિકલ ડિવાઇસ (SaMD) અને સોફ્ટવેર ઇન મેડિકલ ડિવાઇસ (SiMD); (ii) જેનિટિક ટેકનોલોજી સાથેના મેડિકલ ડાયગ્નોસ્ટિક્સ અને સ્ક્રીનિંગ ડિવાઇસીસ; (iii) સર્જિકલ પ્રક્રિયાઓ માટેના રોબોટિક મેડિકલ ડિવાઇસીસ; (iv) ટેલિમેડિસિન સુવિધાઓ ધરાવતા મેડિકલ ડિવાઇસીસ; અને (v) બાયોમાર્કર્સ સહિત કોઈપણ નોવેલ ઇન વિટ્રો ડાયગ્નોસ્ટિક મેડિકલ ડિવાઇસ, જે પ્રિસિઝન મેડિસિનને સક્ષમ બનાવે છે.

 

SM/NK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2304205) મુલાકાતી સંખ્યા : 13