ચૂંટણી આયોગ
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ભવિષ્ય વિદ્યાર્થીઓ છે: CEC જ્ઞાનેશ કુમાર
प्रविष्टि तिथि:
24 AUG 2026 6:22PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચ (ECI) એ આજે લખનૌ ખાતે “ઈલેક્ટોરલ લિટરસી ક્લબ્સ (ELC 2.0) અને ECINET” પર બીજી પ્રાદેશિક પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુવા નાગરિકોમાં ચૂંટણી સાક્ષરતા અને લોકશાહી જાગૃતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઉત્તર પ્રદેશની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા, વિદ્યાર્થીઓને રાષ્ટ્રનું ભવિષ્ય ગણાવતા, CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ELCs ચૂંટણી પ્રક્રિયાઓનું જ્ઞાન અને સમજ આગળ ધપાવવા અને લોકશાહીને સમૃદ્ધ બનાવવા માટે અનિવાર્ય છે.
CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે ભારતના બંધારણ, કાયદા અને ECI દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર યોજાય છે અને તમામ તબક્કે રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓ ઓડિટ હેઠળ પારદર્શક રીતે યોજાય છે. તેમણે વિદ્યાર્થીઓ અને યુવા મતદાતાઓને ભારતની ચૂંટણી પ્રણાલી, લોકશાહી મૂલ્યો, ચૂંટણી નોંધણી, મતદાન અને મતગણતરી પ્રક્રિયાઓ તેમજ ભારતના ચૂંટણી પંચની ભૂમિકા અને કામગીરીથી પરિચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
યુવા નાગરિકોને જોડવાના મહત્વ પર ભાર મૂકતા, CEC શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં તેમનો વિશ્વાસ અને માહિતગાર ભાગીદારી એ લોકશાહીના ભવિષ્યમાં એક રોકાણ છે.
ELC 2.0, ટેગલાઇન “લોકશાહી શીખો. લોકશાહીનું નેતૃત્વ કરો.” (Learn Democracy. Lead Democracy.) સાથે, યુવા અને પ્રથમ વખતના મતદાતાઓને માત્ર લોકશાહીને સમજવા માટે જ નહીં પરંતુ તેમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા અને તેની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યને બળ આપે છે.
દિવસની શરૂઆતમાં શ્રી જ્ઞાનેશ કુમારે તેમની માતૃસંસ્થા (alma mater), કોલવિન તાલુકદાર કોલેજની મુલાકાત લીધી હતી અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આવતીકાલે, મુલાકાતના બીજા દિવસે, CEC શ્રી જ્ઞાનેશ કુમાર ઉત્તર પ્રદેશના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કરશે.
ELC 2.0 શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ્સને સંરચિત, દૃશ્યમાન અને ડિજિટલ રીતે સક્ષમ પ્લેટફોર્મ તરીકે પુનઃકલ્પના કરે છે. આ પહેલ યુવા નાગરિકોમાં ચૂંટણી સાક્ષરતા અને તેમના પરિવારો, શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાયોમાં ચૂંટણી જાગૃતિ વધારવા માટે સતત, વર્ષભરની પ્રવૃત્તિઓની પરિકલ્પના કરે છે.
ELC 2.0 વ્યાપક ECINet ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે જે એક બટનના ક્લિક પર રોલથી લઈને પોલ સુધીની તમામ ચૂંટણી સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. ECINet પર સમર્પિત ELC પોર્ટલનો ઉપયોગ કરીને ELCs નું એક સુવ્યવસ્થિત ઓલ-ઇન્ડિયા નેટવર્ક વિકસાવવામાં આવશે.
આ પહેલ ભારતના આશરે 25 કરોડ વિદ્યાર્થીઓ અને એક કરોડથી વધુ શિક્ષકો સાથેની લગભગ 15 લાખ શાળાઓ ધરાવતા વ્યાપક શૈક્ષણિક ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને મહત્વ વધારે છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં લગભગ 1,500 યુનિવર્સિટીઓ અને આશરે 70,000 શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં અંદાજે 4.33 કરોડ વિદ્યાર્થીઓની નોંધણી છે.
આ વ્યાપક સંસ્થાકીય નેટવર્ક દ્વારા, ELC 2.0 તથ્યપૂર્ણ અને અનુભવાત્મક ચૂંટણી શિક્ષણને પ્રોત્સાહન આપવા, ભારતની ચૂંટણી પ્રણાલીની પારદર્શિતા, નિષ્ઠા અને વિશ્વસનીયતા વિશે જાગૃતિ વધારવા અને યુવા નાગરિકોને માહિતગાર લોકશાહી ભાગીદારીના રાજદૂત બનવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.
ELCs ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ વિશેની માહિતી પ્રસારિત કરવા માટેના પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જેમાં ચૂંટણી નોંધણી, મતદાન અને મતગણતરી સાથે ECINET એપ અને ભારતના ચૂંટણી પંચની અન્ય મુખ્ય પહેલોનો સમાવેશ થાય છે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2302903)
आगंतुक पटल : 9