ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સિલિગુડી કોરિડોરની સુરક્ષાની સમીક્ષા કરી


ગૃહ મંત્રીએ સિલિગુડી કોરિડોરમાં હાથ ધરવામાં આવેલા તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરી જે તેની સુરક્ષા માટે નિર્ણાયક છે

પીઆઈઓ (PIO) પ્રવૃત્તિઓ, વસ્તી વિષયક ફેરફારો (demographic changes), ગેરકાયદે ઘૂસણખોરી અને સરહદી બાબતો સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

શ્રી અમિત શાહે સરહદ સુરક્ષા માટે ચતુષ્કોણીય અભિગમ (quadrangular approach) ની ઓપચારિકતા પર ભાર મૂક્યો હતો અને તમામ એજન્સીઓને તેનો પૂર્ણ ભાવનાથી અમલ કરવા નિર્દેશ આપ્યો હતો

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉપસ્થિત તમામ એજન્સીઓને તેમની વધુ સંસ્થાઓ સ્થાપીને કોરિડોરમાં તેમની ઉપસ્થિતિ (footprints) વધારવા નિર્દેશ આપ્યો હતો

સિલિગુડી કોરિડોરને અતિક્રમણ મુક્ત રાખવા માટે પણ સૂચનાઓ આપી હતી

શ્રી અમિત શાહે સિલિગુડી કોરિડોરમાં ગેરકાયદેસ ઘૂસણખોરી અટકાવવા માટે તમામ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

प्रविष्टि तिथि: 22 AUG 2026 8:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સિલિગુડી કોરિડોરની સુરક્ષાની સમીક્ષા કરી હતી, જેમાં એમએચએ (MHA), એમઓઆરટીએચ (MoRTH), આર્મી, બીએસએફ (BSF), એસએસબી (SSB) અને આરપીએફ (RPF) સહિતના કેન્દ્રીય અને રાજ્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીએ ભાગ લીધો હતો. આ બેઠક, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમાં મલ્ટી એજન્સી સેન્ટરના (MAC) સ્ટેન્ડિંગ ફોકસ ગ્રુપ ઓન સિલિગુડી કોરિડોર (SFG-SC) એ અત્યાર સુધી થયેલી પ્રગતિ અને સિલિગુડી કોરિડોરની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટેની તેની ભલામણો વિશે પ્રસ્તુતિ (presentation) આપી હતી.

CR5_2397.JPG.jpeg

બેઠક દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રીએ સિલિગુડી કોરિડોરમાં હાથ ધરવામાં આવેલા તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સ્થિતિની વધુ સમીક્ષા કરી હતી જે તેની સુરક્ષા માટે નિર્ણાયક છે. તેમણે પીઆઈઓ (PIO) પ્રવૃત્તિઓ, વસ્તી વિષયક ફેરફારો, ગેરકાયદે ઘૂસણખોરી અને સરહદી બાબતો સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સરહદ સુરક્ષા માટે ચતુષ્કોણીય અભિગમના ખ્યાલ પર ભાર મૂક્યો હતો અને તમામ એજન્સીઓને તેનો પૂર્ણ ભાવનાથી અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. કોરિડોરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વિષમતા પર ભાર મૂકતા શ્રી શાહે ઉપસ્થિત તમામ એજન્સીઓને સમયમર્યાદામાં તમામ પેન્ડિંગ કામો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

HMA03255.JPG.jpeg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉપસ્થિત તમામ એજન્સીઓને તેમની વધુ સંસ્થાઓ સ્થાપીને કોરિડોરમાં તેમની ઉપસ્થિતિ વધારવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કોરિડોર પરના તમામ મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી અને તેમને સુરક્ષિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. તેમણે આગળ સિલિગુડી કોરિડોરને અતિક્રમણ મુક્ત રાખવા નિર્દેશ આપ્યો હતો. તેમણે સિલિગુડી કોરિડોરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે તમામ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ઉત્તર બંગાળમાં વધુ સૈનિક શાળાઓ ખોલવાની શક્યતાઓ ચકાસવા સૂચન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રીને ઉત્તર બંગાળમાં સિનિયર એનસીસી (NCC) કેડેટ્સની સંખ્યા વધારવાની દિશામાં કામ કરવા પણ કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને સિલિગુડી કોરિડોરમાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સની સંસ્થાને મજબૂત કરવા માટે પણ વિનંતી કરી હતી.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2302409) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Odia