રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ ઓથોરિટી
નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)એ આજે અમદાવાદમાં "ક્રિએટિંગ અ બેટર ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઇકોસિસ્ટમ" વિષય હેઠળ નાના અને મધ્યમ ઓડિટરો પર ધ્યાન કેન્દ્રિત કરીને છઠ્ઠો આઉટરીચ કાર્યક્રમ યોજ્યો
આઉટરીચનો ઉદ્દેશ્ય વ્યાવસાયિક ક્ષમતાને ટેકો આપવાનો, ઓડિટ ગુણવત્તાને મજબૂત કરવાનો અને નાણાકીય રિપોર્ટિંગની ગુણવત્તામાં સુધારો કરવાનો છે
प्रविष्टि तिथि:
21 AUG 2026 6:45PM by PIB Ahmedabad
નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) એ 2025 માં શરૂ થયેલા આઉટરીચ કાર્યક્રમોની શ્રેણીમાં હાલમાં જ અમદાવાદ ખાતે તેનો છઠ્ઠો આઉટરીચ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. "ક્રિએટિંગ અ બેટર ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઇકોસિસ્ટમ" (એક બહેતર નાણાકીય રિપોર્ટિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું) થીમ સાથેના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન એનએફઆરએ (NFRA) ના ચેરપર્સન નિતિન ગુપ્તા અને આઈસીએઆઈ (ICAI) ના પ્રમુખ સીએ પ્રસન્ન કુમાર ડી. દ્વારા કરવામાં આવ્યું હતું.
નાના અને મધ્યમ ઓડિટરો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વ્યાવસાયિક ક્ષમતામાં સહાય કરવા, ઓડિટ ગુણવત્તાને મજબૂત કરવા અને નાણાકીય રિપોર્ટિંગની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના સહયોગથી યોજાયેલો આ આવો બીજો આઉટરીચ કાર્યક્રમ હતો, જેમાં પહેલો કાર્યક્રમ જૂન 2026 માં પુણે ખાતે યોજાયો હતો.
એનએફઆરએ (NFRA) ના ચેરપર્સન શ્રી નિતિન ગુપ્તાએ તેમના મુખ્ય પ્રવચનમાં જાહેર હિતનું રક્ષણ કરવામાં અને નાણાકીય રિપોર્ટિંગમાં વિશ્વાસ કેળવવામાં એકાઉન્ટન્સી વ્યવસાયની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી ગુપ્તાએ સમકાલીન વૈશ્વિક ધોરણો સાથે સુસંગત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ઓડિટ ફર્મોને ઓડિટ પ્રક્રિયામાં યોગ્ય ટેકનોલોજી અપનાવવા સહિત તેમની ક્ષમતાઓમાં સતત વધારો કરવા આહ્વાન કર્યું હતું.

તેમના સંબોધનમાં, આઈસીએઆઈ (ICAI) ના પ્રમુખ સીએ પ્રસન્ન કુમાર ડી. એ જણાવ્યું હતું કે હિતધારકોમાં વિશ્વાસ અને ભરોસો કેળવવા માટે નાણાકીય રિપોર્ટિંગમાં ઓડિટ ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે.
એનએફઆરએ (NFRA) ના પૂર્ણ-સમાયિક સભ્ય (Full-Time Member) શ્રીમતી સ્મિતા ઝિંગરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નાણાકીય રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા માટે એનએફઆરએ દ્વારા ઓડિટ ફર્મોના નિરીક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
નિષ્ણાતોના સત્રોનો ઉદ્દેશ્ય દૈનિક વ્યાવસાયિક કાર્યમાં ઓડિટ ગુણવત્તા સુધારવા માટે વ્યવહારુ આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો હતો અને તેમાં ઓડિટ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટેશન, રિસ્ક ઓફ મટિરીયલ મિસ-સ્ટેટમેન્ટ્સ અને એનએફઆરએ ની દેખરેખમાંથી મેળવેલી મુખ્ય બાબતો પર કેસ સ્ટડીઝ જેવા મુખ્ય પાસાઓ પર તકનીકી સત્રોનો સમાવેશ થતો હતો.
ગયા વર્ષે આ પહેલ શરૂ કરવામાં આવી ત્યારથી, એનએફઆરએ ના આઉટરીચ કાર્યક્રમોમાં 450 થી વધુ નાની અને મધ્યમ ફર્મોના પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2302197)
आगंतुक पटल : 11