નાણા મંત્રાલય
ડીઆરઆઈએ મકાઈ સાથે છુપાવીને 56 કિલો મેથમફેટામાઈનની તસ્કરી કરવાનો અનોખો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો; બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી
प्रविष्टि तिथि:
19 AUG 2026 6:23PM by PIB Ahmedabad
નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના સીમાપારના ગેરકાયદે વેપાર સામે પોતાની સતત કાર્યવાહી જાળવી રાખીને, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતથી સાઉદી અરેબિયામાં મોટા પ્રમાણમાં મેથમફેટામાઈન (Methamphetamine) નો ગેરકાયદે નિકાસ કરવાનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

16-17 ઓગસ્ટ 2026 દરમિયાન DRI દ્વારા ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં, ન્હાવાશેવા બંદર (Nava Sheva Port) ખાતે એક નિકાસ કન્સાઇનમેન્ટમાંથી પાવડર સ્વરૂપમાં આશરે 56 કિલો મેથમફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ નશીલો પદાર્થ કન્સાઇનમેન્ટમાં રહેલી 351 ગુણીઓમાંથી એકમાં મકાઈ સાથે અત્યંત ચતુરાઈપૂર્વક મિશ્રિત કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલ મેથમફેટામાઈન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.

ઝડપી તપાસને પગલે આ કામગીરીમાં સામેલ નિકાસકાર અને ટ્રાન્સપોર્ટર/ફ્રેટ ફોરવર્ડરની ઓળખ થઈ શકી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ટ્રાન્સપોર્ટર/ફ્રેટ ફોરવર્ડર નિકાસ કન્સાઇનમેન્ટના પરિવહન અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે વિદેશી ખરીદદાર સાથે સંકલન કરી રહ્યો હતો. ગેરકાયદે તસ્કરીના પ્રયાસમાં તેમની ભૂમિકાના આધારે, NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
છુપાવવાની આ પદ્ધતિ — મકાઈ સાથે મોટી માત્રામાં મેથમફેટામાઈનને અવિભાજ્ય રીતે મિશ્રિત કરવી અને કન્સાઇનમેન્ટને સામાન્ય કૃષિ કોમોડિટી તરીકે દર્શાવવું — નિકાસ દરમિયાન નિયમિત તપાસ અને પકડાઈ જવાથી બચવાના હેતુથી અજમાવવામાં આવેલી એક વિશિષ્ટ કાર્યપદ્ધતિ (Modus Operandi) દર્શાવે છે.

મેથમફેટામાઈન એ અત્યંત શક્તિશાળી સિન્થેટિક સાયકોસ્ટીમ્યુલન્ટ છે. જેમાં દુરુપયોગ અને નિર્ભરતાની ઊંચી શક્યતાઓ રહેલી છે. તેનો ગેરકાયદે ઉપયોગ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો, ઉત્તેજના, પેરાનોઇયા, સાયકોસિસ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય જટિલતાઓ સહિત ગંભીર શારીરિક અને માનસિક અસરો પેદા કરી શકે છે; લાંબા સમય સુધી અથવા વારંવાર ઉપયોગ કરવાથી ડ્રગ્સ પર નિર્ભરતા અને સ્વાસ્થ્ય તથા કાર્યક્ષમતામાં નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2301299)
आगंतुक पटल : 33