સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
SMILE યોજના દ્વારા સરકાર વ્યાપક પુનર્વસન અને સામાજિક સમાવેશને મજબૂત બનાવે છે
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વંચિત વ્યક્તિઓને વ્યાપક પુનર્વસન, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને આજીવિકા સહાય પૂરી પાડવામાં આવી
प्रविष्टि तिथि:
17 AUG 2026 6:51PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હાસિયામાં ધકેલાયેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન અને સામાજિક-આર્થિક સશક્તિકરણના ઉદ્દેશ્યથી એક છત્ર કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે 'સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ' (SMILE - સ્માઇલ) નું અમલીકરણ કરી રહ્યું છે. આ યોજનામાં ભીખ માંગવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન માટેની ઉપ-યોજનાનો સમાવેશ થાય છે, જેમાં એક અસરકારક કન્વર્જન્સ અભિગમ દ્વારા પુનર્વસન, તબીબી સુવિધાઓ, કાઉન્સેલિંગ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આજીવિકાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, જિલ્લા વહીવટીતંત્રો, શહેરી સ્થાનિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને આ ક્ષેત્રમાં કામ કરતી અન્ય સંસ્થાઓ અને એજન્સીઓના સમર્થનથી અમલમાં મૂકવામાં આવી રહી છે.
SMILE યોજનાનો ઉદ્દેશ્ય હાસિયામાં ધકેલાયેલા વ્યક્તિઓને કલ્યાણકારી સેવાઓ મેળવવા, કૌશલ્ય અને આજીવિકાની ક્ષમતાઓ વિકસાવવા અને ગૌરવ તથા આત્મવિશ્વાસ સાથે સમાજની મુખ્યધારામાં પુનઃસ્થાપિત કરવા માટે સક્ષમ બનાવીને એક સમાવેશી સમાજને પ્રોત્સાહન આપવાનો છે. સરકારનો અભિગમ વિવિધ હિસ્સેદારો વચ્ચે સુઆયોજિત કાર્યવાહી અને કન્વર્જન્સ પર ભાર મૂકે છે જેથી કરીને પુનર્વસન માત્ર તાત્કાલિક સહાયથી આગળ વધીને ટકઉ સામાજિક અને આર્થિક પુનઃસંકલનમાં યોગદાન આપે.
ભીખ માંગવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન માટેની ઉપ-યોજના હેઠળ, મંત્રાલયે સમગ્ર દેશમાં ઓળખ, એકત્રીકરણ અને પુનર્વસનની કામગીરી હાથ ધરી છે. સત્તાવાર SMILE-BEGGARY પોર્ટલ પર ઉપલબ્ધ નવીનતમ માહિતી મુજબ, આ પહેલ હેઠળ 42,589 વ્યક્તિઓની ઓળખ/સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને 12,710 વ્યક્તિઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે.
પુનર્વસન માળખું તબીબી સુવિધાઓ, કાઉન્સેલિંગ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત સહાયક ઉપાયોની એક શ્રેણીને આવરી લે છે. આ પહેલો લાભાર્થીઓને ક્ષમતાઓ પ્રાપ્ત કરવામાં અને એવી તકો મેળવવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે ટકાઉ આજીવિકા અને ગૌરવપૂર્ણ જીવન તરફના તેમના પરિવર્તનને સમર્થન આપી શકે. અમલીકરણ માળખું વિવિધ સરકારી વિભાગો અને એજન્સીઓ તેમજ ભીખ માંગવામાં સંકળાયેલા વ્યક્તિઓના કલ્યાણ અને પુનર્વસન માટે કામ કરતી સ્થાનિક સંસ્થાઓ અને સંગઠનો સાથેના કન્વર્જન્સને પણ પ્રોત્સાહન આપે છે.
સત્તાવાર SMILE-BEGGARY પોર્ટલ જણાવે છે કે આ ઉપ-યોજના 12 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને વ્યાપક પુનર્વસન અને સુઆયોજિત કાર્યવાહી દ્વારા ભારતને “ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત” બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અભિગમ ભીખ માંગવામાં સંકળાયેલા વ્યક્તિઓના આત્મવિશ્વાસ અને તકો સુધીની પહોંચને મજબૂત કરવાની સાથે સમાજની મુખ્યધારામાં તેમના પુનઃસંકલનને સુવિધાસભર બનાવવાનો પ્રયાસ કરે છે.

વ્યાપક સ્માઇલ (SMILE) માળખામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસન ઘટકનો પણ સમાવેશ થાય છે. આ ઘટક હેઠળ, સરકારે નિરાધાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આશ્રય અને સહાય પૂરી પાડવા માટે 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 23 ગરિમા ગ્રહ (Garima Grehs) ની સ્થાપના કરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, ગરિમા ગ્રહો દ્વારા 1,041 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. સરકારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આરોગ્યસંભાળ, ઓળખ દસ્તાવેજીકરણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારની તકોને લગતા ઉપાયો પણ હાથ ધર્યા છે.
પાત્ર વ્યક્તિઓને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્રો અને ઓળખકાર્ડ ઇશ્યૂ કરવામાં સુવિધા આપવા માટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ (National Portal for Transgender Persons) સ્થાપિત કરવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી આ પોર્ટલ દ્વારા 33,303 ઓળખકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું નોંધે છે. સરકારે આયુષ્માન ભારત સાથેના કન્વર્જન્સ માટે નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે કરાર પણ કર્યા છે, જેમાં સત્તાવાર દસ્તાવેજમાં સમાવિષ્ટ માહિતી મુજબ 147 AB PM-JAY ટ્રાન્સજેન્ડર કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
મંત્રાલયે કૌશલ્ય વિકાસ અને આર્થિક સશક્તિકરણની તકોને વધુ મજબૂત બનાવી છે. 725 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ કૌશલ્ય વિકાસ તાલીમ મેળવી છે, જ્યારે 150 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ) દ્વારા તાલીમ આપવામાં આવી છે. ત્રણ નેશનલ ટ્રાન્સજેન્ડર એમ્પ્લોયમેન્ટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી 223 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લાભ થયો છે.
સુરક્ષા, કલ્યાણ અને સરકારી યોજનાઓ સુધી પહોંચને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય પ્રણાલીઓને પણ મજબૂત કરવામાં આવી છે. 27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા અને કલ્યાણકારી ઉપાયો સુધી પહોંચ સુવિધાસભર બનાવવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 30 ટ્રાન્સજેન્ડર વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવી છે.
સરકારે સ્માઇલ (SMILE) યોજનાના અમલીકરણનું સ્વતંત્ર મૂલ્યાંકન પણ હાથ ધર્યું છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (NIRDPR), હૈદરાબાદ દ્વારા થર્ડ-પાર્ટી અસેસમેન્ટ/મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનના મુખ્ય તારણો અને ભલામણોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને 2026-27 થી 2030-31 સુધીના 16મા નાણા પંચ ચક્ર દરમિયાન યોજના ચાલુ રાખવા માટે સુધારેલી સ્કીમ ગાઇડલાઇન્સમાં સમાવવામાં આવ્યા છે.
SMILE દ્વારા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હાસિયામાં ધકેલાયેલા વ્યક્તિઓ માટે પુનર્વસન, સામાજિક સુરક્ષા, આરોગ્યસંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજીરોટી સહાયની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફ કામ કરી રહ્યું છે. યોજનાનો કન્વર્જન્સ-આધારિત અભિગમ સામાજિક સમાવેશ અને આર્થિક સશક્તિકરણ તરફના ટકાઉ માર્ગો બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક વહીવટીતંત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સમુદાય-આધારિત સંગઠનો અને અન્ય હિસ્સેદારોને એક સાથે લાવે છે. સર્વોચ્ચ ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહે છે કે હાસિયામાં ધકેલાયેલા વ્યક્તિઓ ગૌરવ, આત્મવિશ્વાસ અને સમાજની મુખ્યધારામાં ભાગીદારી માટેની વધુ તકો સાથે જીવી શકે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2300627)
आगंतुक पटल : 11