ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના અલવરથી 17 જિલ્લાઓ માટે ₹6,453 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું


આજે એક જ મંચ પરથી ખેડૂતોને કિસાન સન્માન નિધિ, પશુપાલકો માટે 500 કરોડ રૂપિયાની ડેરી વ્યવસ્થા, યુવાનોને નોકરી અને માતાઓ-બહેનો માટે સરસ ડેરીના વિસ્તરણનું કાર્ય અમારી સરકારે કર્યું છે

2047 માં ભારતને પૂર્ણ વિકસિત બનાવવું હોય તો યુવા, ગરીબ, ખેડૂત અને મહિલા, આ ચારેયને સશક્ત બનાવવા પડશે, મોદી સરકાર આ જ સંકલ્પ સાથે કામ કરી રહી છે

કો-ઓપરેટિવ ડેરીમાં ગ્રામીણ અર્થતંત્રને બદલવાની અને નવી પેઢી માટે અનેક શક્યતાઓના નવા દરવાજા ખોલવાની તાકાત છે

સરસ ડેરીના માધ્યમથી માત્ર 7 દિવસમાં રાજસ્થાનની માતાઓ-બહેનોને દૂધના નાણાં મળી જશે

કો-ઓપરેટિવ ડેરીમાં ગ્રામીણ અર્થતંત્ર બદલવાની તાકાત છે, મોદીજીનો સંકલ્પ છે કે એક પણ ગામ કો-ઓપરેટિવથી વંચિત ન રહે

2014 થી લઈને 2026 સુધી એક પણ વર્ષ એવું નથી ગયું જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેડૂતો અને પશુપાલકો માટે કોઈ મોટી યોજના શરૂ ન કરી હોય

પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે સૌથી વધુ અનાજ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખરીદ્યું છે

મોદીજી સરકાર સહકારિતાના માધ્યમથી દેશના દરેક ગામને સમૃદ્ધ બનાવી રહી છે
પ્રધાનમંત્રી મોદીજીએ સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેને ચરિતાર્થ કરતા આપણે દરેક ગામને સમૃદ્ધ બનાવીશું

આજે અલવરમાં 3 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન થયું છે, ટૂંક સમયમાં જ આની ક્ષમતા વધારીને 5 લાખ લીટર કરી દેવાશે

આજે 274 કરોડ રૂપિયાના ખર્ચે ભીલવાડા, જયપુર, પાલી અને રાજસમંદમાં સરસ ડેરીના ચાર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે

प्रविष्टि तिथि: 16 AUG 2026 9:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના અલવરમાં રાજ્ય સરકારના ₹6,453 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ અવસરે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે જો આપણે 2047 માં ભારતને પૂર્ણ વિકસિત બનાવવું હોય તો યુવા, ગરીબ, અન્નદાતા અને મહિલાને સશક્ત કરવા પડશે. આજે અહીં ખેડૂતોને કિસાન સન્માન નિધિ, પશુપાલકો માટે 500 કરોડ રૂપિયાની ડેરી વ્યવસ્થાઓ, યુવાનોને નોકરી અને માતાઓ - બહેનો માટે સરસ ડેરીના એક્સ્ટેન્શનનું કામ થઈ રહ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે અલવરમાં 3 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન થયું છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આની ક્ષમતા વધારીને 5 લાખ લીટર કરી દેવામાં આવશે. જ્યારે 5 લાખ લીટર દૂધ રોજિંદુ ગરીબ પશુપાલક પાસેથી ડેરીમાં જાય છે અને તેમના બેંક એકાઉન્ટમાં પૈસા આવે છે, તેનાથી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સહકારિતા અને ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્ર, ગરીબ પશુપાલકના જીવનને બદલવાની અને તેમની આવનારી પેઢીઓ માટે અનેક શક્યતાઓના દ્વાર ખોલવાની ભરપૂર ક્ષમતા છે. આપણે વધુ દૂધ આપનારી ગાય અને ભેંસની ઓલાદને અલવર સહિત આખા રાજસ્થાનના દરેક ઘરમાં પહોંચાડવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ જીએ પશુઓનો વીમો કરવાનું કામ કર્યું છે. શ્રી શાહે કહ્યું કે આવનારા દિવસોમાં દૂધના ઉત્પાદનોની નિકાસની પણ શક્યતાઓ ઊભી થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે અલવર સિવાય 274 કરોડ રૂપિયાના ખર્ચે ભીલવાડા, જયપુર, પાલી અને રાજસમંદમાં સરસ ડેરીના ચાર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે. આની સાથે-સાથે, ફલોદી, બલોતરા, ડીડવાના-કુચામન અને પ્રતાપગઢમાં ચાર જિલ્લા બેંકની પણ શરૂઆત આજે થઈ રહી છે. આ તમામ બેંકોમાંથી શૂન્ય ટકા વ્યાજ વાળું ધિરાણ ખેડૂતોને મળશે. આજે ડીબીટીના માધ્યમથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના 152 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે અને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 67 લાખ ખેડૂતોને ₹1,000 પ્રતિ ખેડૂતના દરે ₹667 કરોડથી વધુ આપવામાં આવ્યા. આની સાથે-સાથે, આજે કુલ 6453 કરોડ રૂપિયાના ખર્ચ વાળા 954 કાર્યોનો પણ શિલાન્યાસ અને ભૂમિપૂજન થયું છે. તેમણે કહ્યું કે આજે સવારે જ ચિત્તોડગઢમાં 5500 કરોડ રૂપિયાના કાર્યોની શરૂઆત થઈ છે અને હવે અહીં 6453 કરોડ રૂપિયાના કામ શરૂ થયા છે. આ પ્રકારે, આજે એક જ દિવસમાં 11953 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન થયું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં રાજસ્થાનમાં 44000 સહકારી સમિતિઓ છે. તેમણે કહ્યું કે અમારો લક્ષ્યાંક છે કે રાજ્યમાં એક પણ ગામ એવું ન રહે જ્યાં કો-ઓપરેટિવ ન હોય. શ્રી શાહે જણાવ્યું કે 50 નવા ગોડાઉન 2026-27 માં બનવાના છે, સાથે જ 100 MT ના 62 અને 500 MT ના 100 ગોડાઉન પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેડૂતો અને પશુપાલકો માટે દર વર્ષે એક યોજના જાહેર કરી છે. 2014 માં ગોકુલ મિશન, 2015 માં કૃષિ સિંચાઈ યોજના અને સોઈલ હેલ્થ કાર્ડ, 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને ઈ-નામ, 2017 માં કિસાન સંપદા યોજના, 2018 માં દોઢ ગણા એમએસપી, 2019 માં પીએમ કિસાન સન્માન, 2020 માં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને મત્સ્ય સંપદા યોજના, 2021 માં સહકારિતા મંત્રાલયની સ્થાપના, 2022 માં કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, 2023 માં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ, 2024 માં રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન અને 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની શરૂઆત. તેમણે કહ્યું કે 2014 થી લઈને 2026 સુધી એક પણ વર્ષ એવું નથી ગયું જ્યારે પ્રધાનમંત્રી મોદીજીએ ખેડૂતો માટે કોઈ મોટી યોજના શરૂ ન કરી હોય.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે સૌથી વધુ અનાજ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખરીદ્યું છે. બાજરીના એમએસપીના મૂલ્યમાં 130% વધારો, રાઈમાં 103 ટકા, ઘઉંમાં 84%, કપાસમાં 120 ટકા અને જુવારમાં 168% નો વધારો કરવાનું કામ પ્રધાનમંત્રી મોદીજીએ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીનો લક્ષ્યાંક સહકારિતા મંત્રાલયના માધ્યમથી દેશના દરેક ગામને સમૃદ્ધ કરવાનો છે. સહકારથી સમૃદ્ધિનો સહકારિતાનો જે મંત્ર પ્રધાનમંત્રી મોદીજીએ આપ્યો છે, તેને ચરિતાર્થ કરતા આપણે દરેક ગામને સમૃદ્ધ બનાવીશું.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2300255) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी