લોકસભા સચિવાલય
લોકસભા સ્પીકરે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
14 AUG 2026 6:47PM by PIB Ahmedabad
લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલાએ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.
તેમના સંદેશમાં, શ્રી બિરલાએ જણાવ્યું છે કે: "પ્રિય દેશવાસીઓ, 80મા સ્વતંત્રતા દિવસના અવસરે તમને સૌને હાર્દિક શુભકામનાઓ.
આજનો દિવસ દેશની સ્વતંત્રતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાનો અવસર છે. દેશે સ્વતંત્રતા મેળવી તેને લગભગ આઠ દાયકા વીતિ ચૂક્યા છે, અને આજે આપણે એક નવા સંકલ્પ સાથે ઊભા છીએ—એક એવા દેશના નિર્માણનો સંકલ્પ જે પોતાના યુવાનોની ક્ષમતા અને સમર્થ્ય દ્વારા દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરે.
આપણા દેશની લગભગ 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. આપણા યુવાનો શિક્ષણ, વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રને આગળ ધપાવી રહ્યા છે.
આજે એ અત્યંત આવશ્યક છે કે દેશનો દરેક યુવાન પોતાના જીવનમાં આપણા બંધારણીય અને લોકશાહી મૂલ્યોને અંગીકાર કરે. આપણા યુવાનોએ પોતાના સ્વપ્નોને ભારતના વિકાસ સાથે જોડવા જોઈએ અને પોતાની ફરજોની પરિપૂર્તિને રાષ્ટ્ર-નિર્માણનું માધ્યમ બનાવવું જોઈએ. આ સ્વતંત્રતા દિવસે, ચાલો આપણે સૌ એક મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં આપણી ભૂમિકા ભજવવાનો સંકલ્પ લઈએ. આ સંદેશ સાથે, હું ફરી એકવાર તમને સૌને સ્વતંત્રતા દિવસની ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું.
જય હિન્દ! જય ભારત."
SM/DK/JD
(रिलीज़ आईडी: 2299671)
आगंतुक पटल : 8