સંરક્ષણ મંત્રાલય
લોકાયન 2026 - ભારતીય નૌકાદળનું જહાજ INS સુદર્શિની પોન્ટા ડેલગાડા, પોર્ટુગલ પહોંચ્યું
प्रविष्टि तिथि:
14 AUG 2026 2:37PM by PIB Ahmedabad
ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ (સલેટી નૌકા તાલીમ જહાજ) INS સુદર્શિની ચાલુ 'લોકાયન 2026' યાત્રાના ભાગરૂપે 13 ઓગસ્ટ 2026 ના રોજ એઝોરેસ, પોર્ટુગલના પોન્ટા ડેલગાડા બંદરે પહોંચ્યું હતું. આ આગમન સાથે બોસ્ટન, યુએસએથી શરૂ થયેલી અટલાન્ટિક મહાસાગર પારની 19 દિવસની પડકારજનક મહાસાગરીય સફર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. INS સુદર્શિનીની આ બીજી અટલાન્ટિક પારની મુસાફરી છે, જે તેના ક્રૂની સહિષ્ણુતા, હિંમત અને દરિયાઈ કૌશલ્યને રેખાંકિત કરે છે.
બંદરે પહોંચવા પર પોર્ટુગીઝ નૌકાદળ દ્વારા જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બંદર મુલાકાત ભારતની સમૃદ્ધ દરિયાઈ વિરાસત, મિત્રતા અને દરિયાઈ સહયોગનો સંદેશ આગળ ધપાવે છે. પોર્ટ કૉલ દરમિયાન, INS સુદર્શિનીના કમાન્ડિંગ ઓફિસરે એઝોરેસ મેરીટાઇમ ઝોન (COM CZMA) ના કમાન્ડર કમોડોર લુઇસ નિકોલસન લેવરાડૌર સાથે મુલાકાત કરી હતી. જહાજ વ્યવસાયિક સંવાદ, ઓપરેશનલ રિપ્લેનિશમેન્ટ (પુરવઠો પુનઃ ભરવો) અને સાંસ્કૃતિક આપ-લેમાં જોડાશે, જે ભારત અને પોર્ટુગલ વચ્ચેના દરિયાઈ સંબંધોને વધુ મજબૂત કરશે.
15,000 નોટિકલ માઇલથી વધુની સફર ખેડીને, INS સુદર્શિની સદ્ભાવના અને ભારતની જીવંત દરિયાઈ વિરાસતના તરતા રાજદૂત તરીકે તેની મુસાફરી ચાલુ રાખી રહ્યું છે.
(6)1JDF.jpeg)
(6)ILRM.jpeg)
(5)LZC3.jpeg)
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2299404)
आगंतुक पटल : 17