સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્માઈલ (SMILE) યોજના હેઠળ 2,824 બાળકોની ઓળખ કરી, રેસ્ક્યુ કરી પુનર્વસન કરાયું


1,549 બાળકો તેમના માતાપિતા/પરિવાર સાથે પુનઃમિલાપ કરાવાયા; 676 શાળાઓમાં અને 309 આંગણવાડી કેન્દ્રોમાં દાખલ કરાયા

પોસ્ટેડ ઓન: 10 AUG 2026 6:57PM by PIB Ahmedabad

સરકારે લોકસભાને માહિતગાર કરી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 216 મુખ્ય શહેરો અને નગરોમાં 23 ઓક્ટોબર 2023 થી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, સપોર્ટ ફોર માર્જિનલાઈઝ્ડ ઈન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઈવલીહુડ એન્ડ એન્ટરપ્રાઈઝ (SMILE - સ્માઈલ) – ભિક્ષાટનના કાર્યમાં રોકાયેલી વ્યક્તિઓનું સર્વાંગી પુનર્વસન લાગુ કરી રહ્યું છે.

આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી બી એલ વર્મા દ્વારા લોકસભામાં ડૉ. મોહમ્મદ જાાવેદના એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

યોજના હેઠળ, અમલીકરણ કરતી સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણો અને રેસ્ક્યુ ઓપરેશન્સ દરમિયાન ભિક્ષાટનની પ્રવૃત્તિમાં રોકાયેલા બાળકો સહિતના વ્યક્તિઓ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવે છે.

શ્રી વર્માએ જણાવ્યું હતું કે આ યોજના ભિક્ષાટનની પ્રવૃત્તિમાં રોકાયેલા તરીકે ઓળખાયેલા બાળકો પર વિશેષ ધ્યાન આપે છે. આવા બાળકોને, જ્યાં પણ શક્ય હોય ત્યાં, તેમના પરિવારો સાથે પુનઃમિલાપ કરાવવામાં આવે છે અથવા આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ દ્વારા યોગ્ય સમર્થન પૂરૂં પાડવામાં આવે છે. સંસ્થાકીય સંભાળની જરૂર હોય તેવા બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરવામાં આવે છે અને જ્યુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 ની જોગવાઈઓ હેઠળ ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યુશન્સ (CCIs) સાથે જોડવામાં આવે છે, તેમ મંત્રીએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું.

30 જૂન 2026 ની સ્થિતિ મુજબ, આ યોજના હેઠળ કુલ 2,824 બાળકોની ઓળખ કરી, રેસ્ક્યુ કરી પુનર્વસન કરવામાં આવ્યું છે. આમાંથી, 1,549 બાળકો તેમના માતાપિતા/પરિવારો સાથે પુનઃમિલાપ કરાવાયા છે, 309 બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, 290 બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને 676 બાળકોને શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે.

સરકારે જણાવ્યું છે કે યોજના હેઠળ ઓળખાયેલા બાળકોના વય-વાર અને લિંગ-વાર ડેટા અલગથી રાખવામાં આવતા નથી.

સરકાર ખાસ કરીને ભિક્ષાટનની પ્રવૃત્તિમાં રોકાયેલા બાળકો માટે કોઈ અલગ યોજના અમલમાં મૂકી રહી નથી. જો કે, સ્માઈલ (SMILE) – ભિક્ષાટનના કાર્યમાં રોકાયેલી વ્યક્તિઓનું સર્વાંગી પુનર્વસન યોજનામાં કૌટુંબિક પુનઃમિલાપ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ, અથવા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીઓ અને ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યુશન્સ દ્વારા સંસ્થાકીય સંભાળ જ્યાં પણ જરૂર હોય ત્યાં ભિક્ષાટનમાં રોકાયેલા બાળકોની ઓળખ, રેસ્ક્યુ, પુનર્વસન અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની ચોક્કસ જોગવાઈઓ સામેલ છે.

આ યોજનામાં ભિક્ષાટનમાં રોકાયેલા બાળકોના પુનર્વસન માટે ચોક્કસ અને ધ્યાન કેન્દ્રિત જોગવાઈઓ છે. તેનું માળખું ભિક્ષાટનમાંથી સર્વેક્ષણ કરાયેલા, પ્રોફાઈલ કરાયેલા અને રેસ્ક્યુ કરાયેલા બાળકોના 100% પુનર્વસન અને મુખ્ય પ્રવાહમાં લાવવાની જોગવાઈ કરે છે.

સરકારે વધુમાં જણાવ્યું છે કે, ચાલુ સ્માઈલ (SMILE) યોજનામાં ભિક્ષાટનમાંથી રેસ્ક્યુ કરાયેલા બાળકોના પુનર્વસન અને મુખ્ય પ્રવાહમાં લાવવા પર વિશેષ લક્ષ્ય હોવાથી, આ હેતુ માટે કોઈ અલગ યોજનાની જરૂર નથી.

રાજ્ય-વાર વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 927 બાળકોની ઓળખ કરી પુનર્વસન કરવામાં આવ્યું છે, ત્યારબાદ ચંદીગઢમાં 313, દિલ્હીમાં 233, મહારાષ્ટ્રમાં 208 અને આંધ્રપ્રદેશમાં 191 બાળકો નોંધાયા છે.

SM/JD

 


(રીલીઝ આઈડી: 2297377) મુલાકાતી સંખ્યા : 65
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Kannada