રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દ્વારા દેવાની સેવા જાળવવામાં સ્થિરતા; છેલ્લા પાંચ વર્ષમાં નિયમિત મુદ્દલ ચુકવણી અને લીઝ ચાર્જમાં વ્યાજના હિસ્સામાં ઘટાડો નાણાકીય શિસ્ત દર્શાવે છે


ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોલિંગ સ્ટોક માટે ગ્રોસ બજેટરી સપોર્ટમાં વધારો એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ પરની નિર્ભરતા ઘટાડે છે

પોસ્ટેડ ઓન: 07 AUG 2026 4:32PM by PIB Ahmedabad

ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) એ ભારતીય રેલવે (IR) ની સમર્પિત માર્કેટ બોરોઇંગ વિંગ છે. તેનો પ્રાથમિક વ્યવસાય રોલિંગ સ્ટોક એસેટ્સ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ધિરાણ કરવાનો અને તેને ભારતીય રેલવેને લીઝ પર આપવાનો છે. આ ઉપરાંત, IRFC પાસે રેલવે સાથે ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ ધરાવતી અન્ય સંસ્થાઓ જેવી કે વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, ખાણકામ, બળતણ, કોલસો, વેરહાઉસિંગ, ટેલિકોમ, હોટેલ્સ અને કેટરિંગ વગેરેને ધિરાણ આપવાનો પણ આદેશ છે.

જોકે, તાજેતરના વર્ષો દરમિયાન, ભારત સરકારે ગ્રોસ બજેટરી સપોર્ટમાંથી ભારતીય રેલવેને પૂરતો સપોર્ટ આપ્યો છે, જેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોલિંગ સ્ટોક્સ માટે કરવામાં આવ્યો છે જેને અગાઉ એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ દ્વારા ધિરાણ આપવામાં આવતું હતું.

છેલ્લા 5 વર્ષ દરમિયાન IR દ્વારા IRFC અને MoF ને ચૂકવવામાં આવેલા લીઝ ચાર્જિસના મુદ્દલ ચુકવણી (પ્રિન્સિપલ રિપેમેન્ટ) અને વ્યાજ ચુકવણી (ઇન્ટરેસ્ટ પેમેન્ટ) ની વિગતો નીચે મુજબ છે:

(રૂપિયા કરોડમાં)

નાણાકીય વર્ષ

મુદ્દલ ચુકવણી

વ્યાજ ચુકવણી

કુલ

2021-22

14,192

14,510

28,702

2022-23

16,922

17,267

34,189

2023-24

20,084

17,946

38,030

2024-25

23,938

21,630

45,568

2025-26

24,853

21,685

46,538

કોવિડના આંચકા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટ (દેવાં )સર્વિસિંગ સ્થિર થયું છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2296168) મુલાકાતી સંખ્યા : 47
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada