જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

જલ જીવન મિશન 2.0ને વધુ વેગ મળ્યો


કેન્દ્રએ 2026-27 નાણાકીય વર્ષ માટે રાજ્યોને કુલ ₹6,154.96 કરોડના ભંડોળ જારી કર્યા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સંબંધિત રાજ્યોના સાંસદો સાથે રાજ્ય-વિશિષ્ટ ચર્ચા બેઠકો યોજી

પોસ્ટેડ ઓન: 06 AUG 2026 4:33PM by PIB Ahmedabad

જલ જીવન મિશન અમલીકરણની ગતિ જાળવી રાખવા માટે એક મોટા પ્રોત્સાહનરૂપે, ભારત સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 10 રાજ્યોને કેન્દ્રીય હિસ્સા તરીકે ₹5,289.09 કરોડની પુનઃચૂકવણી (reimbursement) કરી છે અને 13 રાજ્યોમાં SNA SPARSH દ્વારા ₹865.87 કરોડ મુક્ત કર્યા છે.

માનનીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 10 માર્ચ 2026ના રોજ જલ જીવન મિશન 2.0ને મંજૂરી આપી હતી, જે દરેક ગ્રામીણ ઘર માટે વિશ્વસનીય, પર્યાપ્ત અને સુરક્ષિત પીવાના પાણીની સેવાઓ સુનિશ્ચિત કરવા પર વધુ ભાર મૂકીને ડિસેમ્બર 2028 સુધી મિશનને લંબાવે છે. સાર્વત્રિક અને ટકાઉ પીવાના પાણીનું કવરેજ પ્રાપ્ત કરવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવા માટે, કેન્દ્રીય સહાયના ₹3.59 લાખ કરોડ સહિત ₹8.69 લાખ કરોડના કુલ આઉટલે (ખર્ચ) સાથે આ મિશનને મંજૂરી આપવામાં આવી છે.

અગાઉના JJM 1.0 મિશનની પૂર્ણતાથી લઈને JJM 2.0ની મંજૂરી સુધીના સંક્રમણ કાળ (transition period) દરમિયાન મિશન હેઠળની પ્રગતિ અવિરત રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેટલાંક રાજ્યોએ તેમના પોતાના નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરીને મંજૂર થયેલી ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓનું અમલીકરણ ચાલુ રાખ્યું હતું. આ પ્રયાસોને બિરદાવતા અને અમલીકરણની ગતિ જાળવી રાખવા માટે, ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27 માં 10 રાજ્યોને કેન્દ્રીય હિસ્સા તરીકે ₹5,289.09 કરોડની પુનઃચૂકવણી (reimbursement) કરી છે. જેની વિગતો નીચે મુજબ છે:

રાજ્યવાર મુક્ત કરાયેલ કેન્દ્રીય ભંડોળની પરત ચુકવણી (રીઇમ્બર્સમેન્ટ)

ક્રમ નં.

 

રાજ્ય

રકમ (₹ કરોડ)

1

ઉત્તરપ્રદેશ

2,711.52

2

ઓરિસ્સા

221.44

3

કર્ણાટક

795.74

4

રાજસ્થાન

537.72

5

છત્તીસગઢ

149.50

6

આંધ્રપ્રદેશ

23.25

7

મધ્યપ્રદેશ

14.10

8

તમિલનાડુ

96.52

9

મહારાષ્ટ્ર

594.44

10

કેરલમ

144.66

 

કુલ

5,289.09

નોંધનીય છે કે, જલ જીવન મિશન (JJM) 2.0 હેઠળ માળખાગત સુવિધાઓના નિર્માણમાંથી આગળ વધીને ગ્રામ પંચાયતના નેતૃત્વ હેઠળ પાણી પુરવઠા પ્રણાલીઓના સંચાલન અને જાળવણી (O&M)ને મજબૂત બનાવી, સ્ત્રોતની ટકાઉપણું, પાણીની ગુણવત્તાની દેખરેખ, સમુદાયની માલિકી અને ડિજિટલ ગવર્નન્સ દ્વારા સુનિશ્ચિત સેવા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. JJM 2.0 હેઠળ રજૂ કરવામાં આવેલા મુખ્ય સુધારાઓમાંનું એક SNA SPARSH પ્લેટફોર્મ દ્વારા યોજનાવાર ચુકવણી અને ભંડોળની ફાળવણીની વ્યવસ્થા છે, જે યોજનાના સ્તરે ભંડોળની ફાળવણી, ખર્ચનું અનુસરણ અને નાણાકીય પ્રગતિનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ શક્ય બનાવે છે. જેથી જાહેર ભંડોળના ઉપયોગમાં જવાબદારી, પારદર્શિતા, ઓડિટેબિલિટી અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
તદુપરાંત, આજની તારીખ સુધીમાં, આ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 13 રાજ્યોમાં SNA SPARSH દ્વારા કુલ ₹865.87 કરોડ મુક્ત કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:

​JJM 2.0 હેઠળ SNA SPARSH દ્વારા રાજ્યવાર મુક્ત કરાયેલ કેન્દ્રીય ભંડોળ

ક્રમ નં.

 

રાજ્ય

રકમ (₹ કરોડ)

1

આસામ

669.92

2

ત્રિપુરા

5.98

3

હિમાચલપ્રદેશ

2.02

4

પશ્ચિમ બંગાળ

30.45

5

ઉત્તરપ્રદેશ

90.98

6

ઓરિસ્સા

0.51

7

કર્ણાટક

47.30

8

રાજસ્થાન

3.88

9

છત્તીસગઢ

3.88

10

આંધ્રપ્રદેશ

10.58

11

પંજાબ

0.01

12

ઝારખંડ

0.35

13

તમિલનાડુ

0.01

 

કુલ

865.87

ભારત સરકાર દેશભરના ગ્રામીણ ઘરો માટે ટકાઉ સેવા વિતરણ, ડિજિટલ ગવર્નન્સ, સમુદાયની માલિકી અને લાંબા ગાળાની જળ સુરક્ષા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરીને જલ જીવન મિશન (JJM) 2.0 ના અમલીકરણને ઝડપી બનાવી રહી છે. JJM 2.0 હેઠળ, કેટલાક પરિવર્તનકારી સુધારાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • જળઅર્પણ, પૂર્ણ થયેલી યોજનાઓનું ગ્રામ પંચાયતો અને ગ્રામીણ પાણી અને સ્વચ્છતા સમિતિઓ (VWSCs) ને ઔપચારિક હસ્તાંતરણ;
  • પીવાના પાણીની સંપત્તિઓ માટે અનન્ય સુજલમ ભારત IDs ની રચના;
  • PM ગતિ શક્તિ પ્લેટફોર્મ પર ગ્રામીણ પાણી પુરવઠા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જીઓ-ટેગિંગ અને ડિજિટલ મેપિંગ;
  • જળસેવા આંકલન દ્વારા સમુદાય સંચાલિત મૂલ્યાંકન;
  • લાંબા ગાળાની ટકાઉપણું અને સેવા વિતરણ પર મજબૂત ધ્યાન.​

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, શ્રી સી.આર. પાટીલ, ફીલ્ડ-સ્તરના અમલીકરણને મજબૂત કરવા અને મતવિસ્તાર-વિશિષ્ટ મુદ્દાઓના ઉકેલને સરળ બનાવવાના મંત્રાલયના સતત પ્રયાસોના ભાગરૂપે રાજ્યોના માનનીય સંસદસભ્યો (લોકસભા અને રાજ્યસભા) સાથે વાર્તાલાપ બેઠકો યોજી રહ્યા છે. અત્યાર સુધીમાં, મંત્રીશ્રીએ 27 જુલાઈ, 29 જુલાઈ, 30 જુલાઈ અને 5 ઓગસ્ટ 2026ના રોજ અનુક્રમે ચાર રાજ્યો, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને પશ્ચિમ બંગાળના સંસદસભ્યો સાથે વાર્તાલાપ બેઠકો યોજી લીધી છે. આ ઉપરાંત વાર્તાલાપનો આગામી રાઉન્ડ હરિયાણા (6 ઓગસ્ટ 2026), ઉત્તર પ્રદેશ (10 ઓગસ્ટ 2026), મધ્ય પ્રદેશ (11 ઓગસ્ટ 2026) અને મહારાષ્ટ્ર (12 ઓગસ્ટ 2026) ના સંસદસભ્યો સાથે નિર્ધારિત છે.

આ વાર્તાલાપનો ઉદ્દેશ્ય જલ જીવન મિશન 2.0ની પ્રગતિની સમીક્ષા કરવાનો, ગ્રામીણ પીવાના પાણીના પુરવઠાને લગતા પ્રદેશ-વિશિષ્ટ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવાનો અને મિશનના આયોજન, અમલીકરણ, મોનિટરિંગ અને લાંબા ગાળાની ટકાઉપણાને વધુ મજબૂત કરવા માટે માનનીય સંસદસભ્યો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ મેળવવાનો છે.

ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. JJM 2.0 નો ધ્યાન કેન્દ્રિત કરવાનો મુદ્દો માત્ર નળથી પાણીના જોડાણો પૂરા પાડવાનો નથી, પરંતુ દરેક ગ્રામીણ ઘરને આવનારી પેઢીઓ સુધી સુરક્ષિત, પર્યાપ્ત અને વિશ્વસનીય પીવાના પાણીની સેવાઓ સતત મળતી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.


(રીલીઝ આઈડી: 2295855) મુલાકાતી સંખ્યા : 47
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada