પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી ડી. વાય. પાટિલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 04 AUG 2026 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને પરોપકારી શ્રી ડી. વાય. પાટિલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી ડી. વાય. પાટીલજીએ હંમેશા અન્ય લોકો, ખાસ કરીને ગરીબોના જીવનમાં સુધારો લાવવા માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

શ્રી ડી. વાય. પાટિલજી પરોપકાર અને શિક્ષણ દ્વારા સમાજની સેવા કરવામાં મોખરે હતા. તેમણે હંમેશા અન્ય લોકોના જીવનને સુધારવા માટે કામ કર્યું, ખાસ કરીને ગરીબોના. તેમના નિધનથી દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2294302) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam