સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
જીવનરક્ષક આરોગ્ય સંભાળની પહોંચનો વિસ્તાર: VCF-SC એ અબોલી હોસ્પિટલને આધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સુવિધા ઊભી કરવા માટે કેવી રીતે સક્ષમ બનાવી
प्रविष्टि तिथि:
03 AUG 2026 6:47PM by PIB Ahmedabad

ડો. અનિલ સદાશિવરાવ કામ્બલે
ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ એ સમાવેશી વિકાસનો આધારસ્તંભ છે. જો કે, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે અદ્યતન તબીબી સુવિધાઓની પહોંચ હજુ પણ એક પડકાર છે. સંસ્થાકીય સહયોગ સાથે જોડાયેલી ઉદ્યોગસાહસિકતા આ અંતરને કેવી રીતે પૂરી શકે છે તે દર્શાવતા, મહારાષ્ટ્રના પરભણી ખાતે ડો. અનિલ સદાશિવરાવ કામ્બલે દ્વારા સ્થાપિત અબોલી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ એક વિશ્વસનીય મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્ય સંસ્થા તરીકે ઉભરી આવી છે. હોસ્પિટલની આ સફર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) ની પરિવર્તનકારી અસરને પ્રતિબિંબિત કરે છે.
અબોલી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડે ફાર્મસી, અદ્યતન ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) અને જટિલ તબીબી કટોકટીઓ, ખાસ કરીને લકવો (પેરાલિસિસ) અને અન્ય ગંભીર બીમારીઓની સારવાર માટે સક્ષમ ક્રિટિકલ કેર સુવિધાઓથી સજ્જ 70-બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરી છે. આ હોસ્પિટલ પરભણી અને આસપાસના જિલ્લાના લોકો માટે એક જ છત નીચે ગુણવત્તાયુક્ત અને વ્યાજબી દરે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડે છે. આ પ્રોજેક્ટની સામાજિક અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે અસરને ધ્યાનમાં રાખીને, વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સે ઇક્વિટી અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધરાવતા વેન્ચર કેપિટલ આસિસ્ટન્સ દ્વારા 2023 માં ₹5 કરોડની નાણાકીય સહાય આપી હતી. આ સહાયથી હોસ્પિટલને આધુનિક તબીબી સાધનો ખરીદવા, ઊંચા વ્યાજવાળી બેંક લોનનો બોજ ઘટાડવા અને આયુષ્માન ભારત સહિતની આરોગ્ય વીમા યોજનાઓ સાથેના જોડાણોને મજબૂત કરવા માટે સક્ષમ બનાવી છે.
સુવિધા
મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અદ્યતન ક્રિટિકલ કેર સુવિધા
નાણાકીય સહાયથી હોસ્પિટલ આધુનિક આરોગ્ય સંભાળ માળખું સ્થાપિત કરવા, અદ્યતન ICU અને ક્રિટિકલ કેર સેવાઓને મજબૂત કરવા, અત્યાધુનિક તબીબી સાધનો ખરીદવા અને વંચિત સમુદાયો માટે વ્યાજબી આરોગ્ય સંભાળની પહોંચ વિસ્તારવા માટે સક્ષમ બની છે. સંસ્થાએ સરકારી આરોગ્ય સંભાળ યોજનાઓ, વીમા પ્રદાતાઓ અને નિષ્ણાત તબીબો સાથે મજબૂત જોડાણો પણ વિકસાવ્યા છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં આરોગ્ય સંભાળ સેવાઓની ગુણવત્તા અને પહોંચમાં વધારો થયો છે.

મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અદ્યતન ક્રિટિકલ કેર સુવિધા
આ હસ્તક્ષેપની અસર નોંધપાત્ર રહી છે. આજે, હોસ્પિટલે 27 અનુસૂચિત જાતિના કર્મચારીઓ અને 38 બિન-અનુસૂચિત જાતિના કર્મચારીઓ સહિત 65 પ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી કરી છે. સાહસે ઉત્કૃષ્ટ નાણાકીય વૃદ્ધિ જોઈ છે, જેમાં તેની નેટવર્થ ₹61.75 લાખથી વધીને ₹6.93 કરોડ થઈ છે, જ્યારે ₹2.78 કરોડની સંપત્તિ ઊભી થઈ છે. આ પ્રોજેક્ટ વ્યાજબી, ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડીને ટકાઉ આજીવિકા ઊભી કરીને અને પ્રદેશમાં આરોગ્ય સંભાળ વિતરણને મજબૂત કરીને સમાવેશી હેલ્થકેર એન્ટરપ્રિન્યોરશિપના મોડેલ તરીકે ઉભરી આવ્યો છે.
ડો. અનિલ સદાશિવરાવ કામ્બલે, મેનેજિંગ ડિરેક્ટર
સફર વિશે વાત કરતા, ડો. કામ્બલેએ કહ્યું:
"સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) હેઠળ મળેલી સહાયથી વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત અને વ્યાજબી આરોગ્ય સંભાળ સેવાઓ પહોંચાડવાના અમારા મિશનને બળ મળ્યું છે. આજે, અબોલી હોસ્પિટલ એક વિશ્વસનીય ક્રિટિકલ કેર અને મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સંસ્થા તરીકે ઊભી છે, જે સમગ્ર પ્રદેશમાં અદ્યતન તબીબી સારવારની પહોંચમાં સુધારો કરે છે."
મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અદ્યતન ક્રિટિકલ કેર સુવિધા
અબોલી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડની સફળતા દર્શાવે છે કે કેવી રીતે વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ હેઠળ લક્ષિત નાણાકીય સહાય અનુસૂચિત જાતિના ઉદ્યોગસાહસિકોને સામાજિક રીતે પ્રભાવશાળી સાહસો સ્થાપવા માટે સક્ષમ બનાવી રહી છે જે આરોગ્ય સંભાળના માળખાને મજબૂત કરે છે, ટકાઉ રોજગારી ઊભી કરે છે અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓની પહોંચ સુધારે છે. ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને અને સમાવેશી વિકાસને પ્રોત્સાહિત કરીને, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાનું, આજીવિકા ઊભી કરવાનું અને દેશભરના વંચિત સમુદાયો સુધી આવશ્યક આરોગ્ય સંભાળ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખે છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2294019)
आगंतुक पटल : 10