સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
ભારતની ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાને બળ આપવું: VCF-SCએ અનુસૂચિત જાતિના સાહસિકને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ બનાવવામાં કેવી રીતે સક્ષમ બનાવ્યા
હૈદરાબાદ | સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય
प्रविष्टि तिथि:
01 AUG 2026 5:43PM by PIB Ahmedabad
દ્રઢ નિશ્ચય, ટેકનોલોજીકલ નવીનતા અને સમયસરના સંસ્થાકીય સહયોગે ઘણા સાહસિકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સાહસો સ્થાપવામાં સક્ષમ બનાવ્યા છે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની સ્માર્ટ-વેવ્ઝ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (Smart-Waves Technologies Private Limited) છે, જેના સ્થાપક અનુસૂચિત જાતિના સાહસિક શ્રી મલ્લિકાર્જુન રાવ યેલિસેલા છે. તેમની આ સફર સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય હેઠળના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) ની પરિવર્તનકારી અસરને પ્રતિબિંબિત કરે છે.
કંપનીએ સંરક્ષણ (ડિફેન્સ), એરોસ્પેસ, ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટેના ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડના ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ, એસેમ્બલી અને વિતરણમાં કાર્યરત એક અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) યુનિટ સ્થાપિત કર્યું છે. તેના વર્કફોર્સના 50 ટકાથી વધુ ભાગમાં મહિલાઓનો સમાવેશ થાય છે. આ સાહસની વૃદ્ધિની ક્ષમતાને ઓળખીને, વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સે ઇક્વિટી અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધરાવતી વેન્ચર કેપિટલ સહાય દ્વારા 2018 માં રૂ. 4.98 કરોડનો નાણાકીય સહયોગ લંબાવ્યો હતો.

શ્રી મલ્લિકાર્જુન રાવ યેલિસેલા, ડિરેક્ટર
આ સહાયથી કંપની તેના પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને સેવા પૂરી પાડતા યુનિટની સ્થાપના કરવા, વિશિષ્ટ ઉત્પાદન સાધનો ખરીદવા, સંશોધન અને વિકાસ (R&D) ક્ષમતાઓને મજબૂત કરવા, કુશળ એન્જિનિયરો અને તકનીકી વ્યાવસાયિકોની ભરતી કરવા અને સંરક્ષણ, એરોસ્પેસ તથા ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં કામગીરીનો વિસ્તાર કરવા સક્ષમ બની હતી. આ સહયોગે હૈદરાબાદમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા અને વિસ્તૃત રોજગારની તકો સાથે બીજા ઉત્પાદન યુનિટની સ્થાપનામાં પણ સુવિધા પૂરી પાડી છે.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, એમ્બેડેડ ફેસિલિટી
આ હસ્તક્ષેપની અસર નોંધપાત્ર રહી છે. આજે, આ સાહસે 40 અનુસૂચિત જાતિના કર્મચારીઓ અને 88 બિન-SC કર્મચારીઓ સહિત 128 લોકો માટે રોજગારીનું સર્જન કર્યું છે. કંપનીએ રૂ. 8.41 કરોડની સંપત્તિ બનાવી છે, રૂ. 18.87 કરોડની વાર્ષિક આવક હાંસલ કરી છે અને પોતાની નેટ વર્થ મજબૂત કરીને રૂ. 22 કરોડ સુધી પહોંચાડી છે. તેણે HAL, BEL, ISRO અને સંરક્ષણ તથા એરોસ્પેસ ક્ષેત્રના અનેક ગ્રાહકો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મજબૂત વ્યાપારિક સંબંધો પણ સ્થાપિત કર્યા છે.
પોતાની આ સફર વિશે વિચાર વ્યક્ત કરતા શ્રી મલ્લિકાર્જુન રાવ યેલિસેલાએ કહ્યું:
"સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલયના વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ (VCF-SC) દ્વારા આપવામાં આવેલ રાહત દરની નાણાકીય સહાયતાએ સંરક્ષણ, એરોસ્પેસ અને ઔદ્યોગિક ઉપયોગો માટે અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સ્થાપિત કરવામાં એક ઉદ્દીપક (કેટેલિસ્ટ) તરીકે કામ કર્યું. આજે, સ્માર્ટ-વેવ્ઝ ટેકનોલોજીસ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોજગારની તકો ઊભી કરીને અને નવીનતા-સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપીને ભારતની ટેકનોલોજીકલ આત્મનિર્ભરતામાં ગૌરવપૂર્વક યોગદાન આપી રહી છે."

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, એમ્બેડેડ સિસ્ટમ્સ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ
સ્માર્ટ-વેવ્ઝ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની સફળતા દર્શાવે છે કે કેવી રીતે વેન્ચર કેપિટલ ફંડ ફોર શિડ્યુલ્ડ કાસ્ટ્સ હેઠળ લક્ષ્યાંકિત નાણાકીય સહાય અનુસૂચિત જાતિના સાહસિકોને ટેકનોલોજી-સંચાલિત મેન્યુફેક્ચરિંગ સાહસો સ્થાપવા, ગુણવત્તાયુક્ત રોજગાર સર્જવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાના ભારતના વિઝનમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવી રહી છે. સાહસિકતાને પ્રોત્સાહન આપીને અને સમાવેશી ઔદ્યોગિક વિકાસને વેગ આપીને, સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય દેશભરમાં ઇનોવેટર્સને સશક્ત બનાવવાનું અને સતત આજીવિકાનું સર્જન કરવાનું ચાલુ રાખે છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2293057)
आगंतुक पटल : 8