સંરક્ષણ મંત્રાલય
વાઇસ એડમિરલ એએન પ્રમોદ, AVSM, YSM એ ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટોફ તરીકે પદભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
01 AUG 2026 11:47AM by PIB Ahmedabad
વાઇસ એડમિરલ એએન પ્રમોદ, AVSM, YSM એ 01 ઓગસ્ટ 2026ના રોજ ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટોફ તરીકેનો પદભાર સંભાળ્યો.
નેવલ એકેડેમી, ગોવાના 38માં ઇન્ટિગ્રેટેડ કેડેટ કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાઇસ એડમિરલ એએન પ્રમોદ 01 જુલાઈ 1990ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થયા હતા. ફ્લેગ ઓફિસર CAT ‘A’ સી કિંગ એર ઓપરેશન્સ ઓફિસર અને કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક વોરફેર સ્પેશિયાલિસ્ટ છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને નેવલ વોર કોલેજ, ગોવા ખાતે નેવલ હાયર કમાન્ડ કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
36 વર્ષથી વધુની વિશિષ્ટ કારકિર્દીમાં, ફ્લેગ ઓફિસરે દરિયામાં અને જમીન પર એમ બંને જગ્યાએ કમાન્ડ, ઓપરેશનલ, ઇન્સ્ટ્રક્શનલ અને સ્ટાફની વિવિધ નિયુક્તિઓ સંભાળી છે. તેમની મુખ્ય દરિયાઈ નિયુક્તિઓમાં ગાઇડેડ મિડાઇલ ડિસ્ટ્રોયર INS રાજપૂતના એક્ઝિક્યુટિવ ઓફિસર અને એન્ટી-સબમરીન વોરફેર પેટ્રોલીંગ વેસલ INS અભય, લેન્ડિંગ શિપ ટેન્ક (લાર્જ) INS શાર્દુલ અને ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS સાતપુરાના કમાન્ડનો સમાવેશ થાય છે. તેમણે ગલવાન ઘટના બાદ ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન વેસ્ટર્ન ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી. ફ્લેગ ઓફિસરે 1999 માં ઓપરેશન વિજય અને 2001 માં ઓપરેશન પરાક્રમમાં ભાગ લીધો હતો.
જમીન પર, ફ્લેગ ઓફિસરે શ્રી વિજય પુરમ ખાતે નેવલ એર સ્ટેશન INS ઉત્ક્રોશનું કમાન્ડિંગ કર્યું હતું અને ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન ખાતે ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે સેવા આપી હતી. નેવલ હેડક્વાર્ટર ખાતે તેમની મુખ્ય નિયુક્તિઓમાં જોઇન્ટ ડિરેક્ટર નેવલ એર સ્ટાફ, ડિરેક્ટર અને પ્રિન્સિપલ ડિરેક્ટર એરક્રાફ્ટ એક્યુઝિશનનો સમાવેશ થાય છે. તેઓ 2006 થી 2009 સુધી ટેક્ટિકલ ઓડિટ ગ્રુપ અને 2016 થી 2019 સુધી ઇન્ડિયન નેવલ સ્ટ્રેટેજિક એન્ડ ઓપરેશનલ કાઉન્સિલના સભ્ય પણ હતા.
રિયર એડમિરલ તરીકે બઢતી મળવા પર, તેમણે ડિપ્યુટી કમાન્ડન્ટ, ઇન્ડિયન નેવલ એકેડેમી, અસિસ્ટન્ટ ચીફ ઓફ નેવલ સ્ટાફ (એર) અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ મહારાષ્ટ્ર નેવલ એરિયાની નિયુક્તિઓ સંભાળી હતી.
વાઇસ એડમિરલના પદ પર પ્રમોશન મળવા પર, તેમણે 13 ડિસેમ્બર 2023 થી 31 જુલાઈ 2026 સુધી ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ તરીકે સેવા આપી હતી. DGNO તરીકે, તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળની આયોજન, સજ્જતા અને ઓપરેશનલ તૈયારીમાં તથા ચાલુ પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન દરિયાઈ સુરક્ષા કામગીરીના સંચાલનમાં સક્રિયપણે સંકળાયેલા હતા.
તેમની વિશિષ્ટ સેવા અને ઓપરેશનલ નેતૃત્વની માન્યતામાં, ફ્લેગ ઓફિસરને 2024માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2025માં યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
તેઓ વાઇસ એડમિરલ તરુણ સોબતી, UYSM, AVSM, VSMનું સ્થાન લે છે, જેઓ 38 વર્ષથી વધુની વિશિષ્ટ સેવા પછી 31 જુલાઈ 2026ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા હતા.
8Z3M.jpeg)
MWXK.jpeg)

IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2292973)
आगंतुक पटल : 6