પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં જુડોમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હર્ષ સિંહને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 31 JUL 2026 11:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં જુડોમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ હર્ષ સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ તેને ભારતીય જુડો માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો અને કહ્યું કે હર્ષ સિંહનું ઝનૂન અને સમર્પણ તેમના અસાધારણ પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

શ્રી મોદીએ તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“ભારતીય જુડો માટે ઐતિહાસિક દિવસ! ગોલ્ડ જીતવા બદલ હર્ષ સિંહને અભિનંદન. તેમનું ઝનૂન અને સમર્પણ અસાધારણ પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આગામી પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ. 

#CWG2026”

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2292844) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , हिन्दी